કાંકરિયામાં બનનારું યુથ એકીટવિટી સેન્ટર હજુ ‘કાગળ’ પર જ રહ્યું

0
8

અમદાવાદ,તા.૨૬
અમદાવાદીઓમાં કાંકરિયા લેકફ્રન્ટે એક ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે, તેમાં દર વર્ષની રપથી ૩૧ ડિસેમ્બર સુધી ઉલ્લાસભેર ઊજવાતા કાર્નિવલની તો ફકત શહેરીજનો જ નહીં, પરંતુ રાજ્યભરના લોકો પ્રતીક્ષા કરે છે. અહીં વિવિધ સંસ્થાઓને કલાત્મકશૈલીથી પોતાની કલા પ્રદર્શિત કરવાનો મોકો મળે છે. કાર્નિવલ સિવાયના દિવસોમાં પણ આવી સંસ્થા તેમજ યુવાઓ ભારતીય સંસ્કૃતિની વિવિધ છટાઓને શહેરીજનો સમક્ષ રજૂ કરી શકે તે આશયથી શાસકોએ યુથ એકિટવિટી સેન્ટર બનાવવાનો ઠરાવ બજેટમાં મંજૂર કર્યો હતો. કમનસીબે આ ઠરાવ હજુ ‘કાગળ’ પર જ રહ્યો છે.
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ગેટ નં.૧ (પુષ્પકુંજ) સામેની જગ્યામાં સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગની સુવિધા સાથે યુથ એકિતવિટી સેન્ટર તૈયાર કરાશે. આ સેન્ટરથી યુવાનો તથા વિવિધ કલ્ચરલ એકિટવિટી કરતી સંસ્થાને પર્ફોર્મન્સનું પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. જ્યાં શહેર પોલીસ બેન્ડ, એસઆરપી બેન્ડ અને મિલિટરી બેન્ડ તથા વિવિધ સંસ્થાઓના બેન્ડના કાર્યક્રમોનું આયોજન પણ કરાશે. જે માટે રૂ.રપ લાખની જાગવાઇ કરવામાં આવે છે.
યુવાનો માટે આઘાતજનક બાબત એ છે કે ચાલુ નાણાકીય વર્ષની સમાપ્તિ આડે ગણતરીના સાડા ત્રણ મહિના બાકી રહ્યા હોવા છતાં આ દિશામાં હજુ કંઇ કામ થયું નથી. પ્રવીણ પટેલના બજેટમાં અમદાવાદીઓને ફિશ એક્વેરિયમનું રૂપાળું સ્વપ્ન બતાવાયું હતું, પરંતુ આજે પણ આ જગ્યા પર રાજ્ય સરકારની માલિકી હોઇ તંત્ર લાચાર બન્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY