ભુજ કચ્છ: એસ.સી.,એસ.ટી., ઓ.બી.સી.,માઈનોરિટીસ મહાસંઘ દ્વારા તા.૦૬/૧૨/૨૦૧૮ ના રોજ નાડાપા ખાતે વિશ્વ વિભૂતિ,વિશ્વ રત્ન,બોધિસત્વ, ક્રાંતિ સૂર્ય,મહામાનવ,સિમ્બોલ ઓફ નોલેજ,ભારતીય બંધારણના ઘડવૈયા,રાષ્ટ્ર નિર્માતા,સમગ્ર માનવ જાતિ, શોષિત,પીડિત,વંચિત સમાજ, આર્થિક,સામાજિક, શૈક્ષણિક રીતે પછાત સમાજ માટે પોતાના ૪ બાળકો- પોતાની પત્ની અને ખુદ પોતાના જીવનનું બલિદાન આપી દેનાર,હંમેશા પોતાના બાળકો, પત્ની અને પરિવારથી પણ વધુ સમાજને મહત્વ આપનારા અને સમગ્ર સમાજની મહીલા- વનવાસી – આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત સમાજને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્તિ અપાવનાર એવા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પરીનિર્વાણ દિને ઉજવણીના ભાગરૂપે કાર્યકમ યોજાયો હતો.

નાડાપા પ્રાથમિક શાળાના શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ તરફથી અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા. ડોક્ટર બાબા સાહેબના વિચારોને અનુસરી શિક્ષણ પર ભાર મૂકીને વિદ્યાર્થીઓને આજના કાર્યક્રમ વિષય સમજૂતી આપવામાં આવી હતી.ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ અલગ અલગ વિસ્તારમાંથી આવનારા બાળકો, મહિલાઓ તેમજ ગામના નાગરિકોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાં કરેલા સંઘર્ષ વિશે માહિતી આપવામાં આવી હતી.એસ.સી.,એસ.ટી., ઓ.બી.સી.,માઈનોરિટીસ મહાસંઘના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રવીણ કાંગી, ભુજ તાલુકાના પ્રમુખ વિજયભાઈ કાંગી તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવક મંડળના પ્રમુખ રમેશભાઇ કાંગી,સુરેશભાઈ કાંગી, નરસિંહભાઈ કાંગી,રામજીભાઈ કાંગી તથા પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ વગેરે જોડાયા હતા.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





