મંદસૌર દુષ્કર્મ કાંડ : પોલીસે વધુ એક આરોપીની ધરપકડ

0
50

રેપ પછી બાળકીનું ગળું કાપી હેવાનો દારૂ પીવા બેઠાં હતાં
મંદસૌર,તા.૩૦
મંદસોરમાં હેવાનોએ ૭ વર્ષની બાળકી પર ગુજારેલા બળાત્કાર દરમિયાન હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી છે. નિર્ભયા કાંડની યાદ અપાવતી આ ઘટના બાદ આખો દેશ ખળભળી ઉઠ્યો છે.
આ ઘટનામાં એવી વિગતો સપાટી પર આવી છે કે રેપ માટે આરોપીઓએ અગાઉથી પ્લાનિંગ કર્યું હતું. તેમણે લાંબા સમય સુધી સ્કુલ પાર નજર રાખી હતી. તેમણે જાણી જોઈને સાત વર્ષની બાળકીને શિકાર બનાવવાનું નક્કી કર્યું હતુ. જેથી તે વિરોધ ના કરી શકે.
આ કેસમાં પોલીસે બીજા આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. અગાઉ પકડાયેલા આરોપી ઇરફાને પોલીસ પૂછપરછમાં કબૂલાત કર્યા બાદ અન્ય એક આરોપી આસિફને પણ પકડી લેવામાં આવ્યો છે.
આરોપીઓએ કબુલ્યું હતું કે રેપ કર્યા બાદ બાળકીનું ગળું કાપીને તેઓ શરાબ પીવા માટે બેઠા હતા. તેમણે એવી વસ્તુની પણ શોધ ચલાવી હતી કે જેનાથી બાળકીના પ્રાઇવેટ પાર્ટને નુકસાન પહોંચાડી શકાય.
દરમિયાન આ બાળકી હજી પણ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. રેપ કરનારા હેવાનોને ફાંસી આપવાની માગ આખા દેશમાં તીવ્ર બની છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY