મહારાષ્ટ્ર : વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ ગૃહમાં સૌથી મોટી પાર્ટી બનશે : મોદી-શાહ રેકોર્ડ બનાવશે

0
320

મુંબઈ,તા.૩૦
વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વિરોધી પક્ષો દાવ કરી રહ્યા છે કે, તે ભાજપને સત્તામાંથી બહાર રાખવામાં સફળ રહેશે. જુદા જુદા રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી પર નજર કરો તો કંઈક ભાજપને હાર ખમવાનો પણ વારો આવ્યો છે. બીજી બાજુ નજર કરવામાં આવે તો ભાજપ જુદી-જુદી ચૂંટણીઓમાં જીતના નવા કિર્તિમાન સ્થાપિત કરી રહી છે.
હવે મહારાષ્ટમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ આ સદનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે. એટલે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપના નામે વધુ એક મોટો રેકોર્ડ બનશે.
મહારાષ્ટ રાજ્ય વિધાનસભાના ઉપરી સદન માટે ૧૬ જુલાઈએ યોજાનારી દ્વિવાર્ષિક ચૂંટણી બાદ સત્તારૂઢ ભાજપ મહારાષ્ટ વિધાન પરિષદમાં સૌથી મોટી પાર્ટી બની જશે. ચૂંટણી પંચે ગત સપ્તાહ ૧૧ ઈએમએલએ (ધારાસભ્યો દ્વારા નિમવામાં આવનાર)ની ચૂંટણીની જાહેરાત કરી છે.
જે ૧૧ સભ્યોનું સભ્યપદ ૨૭ જુલાઈએ પુરૂ થઈ રહ્યુ છે તેમાંથી ચાર એનસીપી, ૩ કોંગ્રેસ, ૨ ભાજપ અને ૧ શિવસેના તથા શેતકરી કામગાર પક્ષના સભ્યો છે.
વિધાનસભાના સંખ્યાબળના આધારે ભાજપ આસાનીથી પાંચ અને શિવસેના ત્રણ બેઠક જીતી શકે છે જ્યારે કોંગ્રેસ, એનસીપીના ફાળે એક એક બેઠક જઈ શકે છે તથા સાથે જ શેતકરી કામગાર પક્ષના નિર્વતમાન વિધાન પાર્ષદ જયંત પાટિલે પોતાની બેઠક બચાવી રાખવામાં મદદ પણ કરી શકે છે.
હાલ ૭૮ સભ્યોની વિધાન પરિષદમાં એનસેપીના ૨૦, કોંગ્રેસના ૧૮, ભાજપના ૨૦, શિવસેનાના ૧૧, જદ(યૂ)નો એક, શેતકરી કામગાર પક્ષ-આઈનો એક, પીઆરપીનો એક અને છ અપક્ષ ઉમેદવારો છે.
ચૂંટની પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે, ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૫ જુલાઈ છે. ૬ જુલાઈએ ઉમેદવારી પત્રોની તપાસ કરવામાં આવશે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ૯ જુલાઈ રહેશે. ૧૬ જુલાઈએ મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે મતોની ગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામોની પણ જાહેરાત કરવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY