સોનમ કપૂરે જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ અંગે ટ્વિટ કર્યું

0
7

મુંબઇ,તા.૨૦
જમ્મુ-કાશ્મીરને ૩૭૦ને લઈને મળેલા વિશેષ દરજ્જાને ખત્મ કર્યા બાદ દેશ આખામાં લોકો પોતપોતાની કોમેન્ટ પાસ કરી રહ્યા છે. એ જ હરોળમાં બોલીવૂડ સેલેબ્સ પણ પોત-પોતાનાં અભિપ્રાય આપી રહ્યાં છે. કંગના રનૌત, દિયા મિર્ઝા, ઝાયરા વસીમ, અનુપમ ખેર, રવીના ટંડન, પ્રભાસ, શાહરૂખ ખાન સહિતના ઘણા કલાકારોએ આ ઐતિહાસિક નિર્ણય માટે સરકારના વખાણ કર્યાં છે. આ વચ્ચે સોનમ કપૂરે પણ જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપ્યો.
સોનમના અભિપ્રાય પછી લોકોએ અનેક રિટ્વિટ કર્યા. જેથી પાછળથી સોનમને ટ્વિટ કરીને કહેવું પડયુ કે, ‘મિત્રો પ્લીજ તમે બધા શાંત થઈ જાવ. તમે તમારી જિંદગી જીવો, કોઈએ કહેલી વાત પર ટ્વીટ કરીને તેને ટ્રોલ કરવાથી તે વ્યક્તિને કોઈ જ ફરક પડતો નથી કે જેને નિવેદન આપ્યું છે, ફરક તમને પડશે, તમે ખૂદ જૂઓ કે તમે કોણ છો અને તમારૂ કામ કરો.’
આ પહેલા લોકોએ ટ્રોલ કરતાં કેટલાક લોકોએ પાકિસ્તાન સાથે સંબંધ રાખવાનો દાવો કરીને સોનમની આલોચના કરી રહ્યા હતા. તેમને પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાને લઈને ટીકાઓનો સામનો કરવો પડયો હતો. કેટલાક યુઝર્સે સોનમને પાકિસ્તાનમાં રહેવા માટે પણ કહ્યું હતું. તો કેટલાક લોકોએ કહ્યું હતું કે ‘તમે તમારા સ્ટારડમ અને પૈસાની ચિંતા કરો.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY