અ.મ્યુ.કો. દ્વારા ૨૫ હજાર દબાણો રસ્તા પરથી દૂર કરાયા

0
10

ટ્રાફિક અને ઢોર માટે કોર્પોરેશનનો એક્શન ટેકન રીપોર્ટ
અમદાવાદ,તા.૧૬
શહેરના બિસ્માર રસ્તા,ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યા બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અંદાજિત ૨૫ હજાર જેટલા હંગામી અને કાયમી દબાણો રસ્તા પરથી દૂર કરાયા. તો આ સાથે જ શહેરમાં ૭૪ જેટલા પે એન્ડ પા‹કગ પ્લોટ પણ ઉભા કરવામાં આવ્યા છે.
તો આ સીવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૨૯૬૮ સ્ટ્રીટ વેન્ડર્સને આઈડેન્ટિફાઇ કરાયા છે. તો આ સીવાય ૯૩૧૮ જેટલા સ્ટ્રીટ વેન્ડર્સને આઈ કાર્ડ ઈશ્યુ કરાયા છે. તો આ સીવાય અન્ય સ્ટ્રીટ વેન્ડર્સની એલિજિબિલીટી નક્કી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.
ખાનગી મિલકતોમાંથી પણ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે. ૨૩૨૧ જેટલી ખાનગી મિલકતના દબાણ દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં બનેલા ૧૦૩ જેટલા ગેરકાયદેસર સ્પીડ બ્રેકર તોડી પાડવામાં આવ્યા છે. સૌથી વધુ ગેરકાયદેસર સ્પીડ બ્રેકર નવા પશ્ચિમ ઝોનમાં હોવાનું કોર્પોરેશને સ્વીકાર્યું છે.
રખડતા ઢોરના ત્રાસ ને ડામવા માટે કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની બાર ટીમ સતત કાર્યરત છે. ઓક્ટોબર મહિના સુધીમાં ૩૧૦૦ થી વધુ રખડતા પશુઓનું ટેગિંગ કરવામાં આવ્યું. અત્યારસુધીમાં ૨૮૨૨ પશુ માલિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તો આ સાથે જ ૨૧૬૪૨ પશુઓનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY