વૌઠાના મેળાની તડામાર તૈયારી, એક હજાર સ્ટોલ ઉભા કરાયા

0
85

૧૯થી ૨૩ નવેમ્બર સુધી ચાલશે મેળો
ધોળકા,તા.૧૬
અમદાવાદના ધોળકા પાસે આવેલા વૌઠામાં ૧૯મી તારીખથી વૌઠાના મેળાનો પ્રારંભ થવાનો છે. આ મેળો પાંચ દિવસ સુધી ચાલશે. મેળામાં ગધેડા ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. મેળામાં ૧૫ હજારથી વધુ ગધેડાનું વેચાણ કરવામાં આવશે. વૌઠા ગામે સાબરમતી , હાથમતી, ખારી, વાત્રક, મેશ્વો, શેઢી અને માજુમ એમ સાત નદીનો સંગમ થાય છે. ને આ સ્થળે પાંચ દિવસ સુધી લાખોની સંખ્યામાં લોકો સ્થાન કરી ધન્યતા અનુભવતા હોય છે. પરતુ સાબરમતી નદીમાં કેમીક્લયુકત પાણી આવતુ હોવાથી લોકો નદી સ્થાન કરી શકતા નથી. જેના માટે સ્થાનિક લોકો દ્વારા વહીવટી તંકત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે.
વૌઠાના મેળાને લઈને જિલ્લા વહીવટી સહીત વોઠાગ્રામ પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. જેમા એક હજાર જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે આરોગ્ય વિભાગ, ફાયર સ્ટેશન, પશુ દવાખાનુ સહિતની સુવીધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત લોકો મોટી સંખ્યામાં મેળાની મુલાકાતે આવે તે માટે એસટી નિગમ દ્વારા વધુ બસ મુકવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY