ફેસબુક પર યોગી-સંઘને ગાળો આપનાર પાંચ સામે ગુનો દાખલ કરાયો

0
10

બહરાઈચ,તા.૧૬
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર અભદ્ર ભાષાના ઉપયોય કરવા બદલ પાંચ શખ્સો વિરુદ્ધ આઈટીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગુરુવારે ગૌરવ ગુપ્તાએ પાંચ શખ્સો રાણા સુલતાન જાવેદ, ઝીશાન, હારુન ખાન, શફીક અને કિંગ ખાન વિરુદ્ધ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એડિશનલ એસપી અજય પ્રતાપ સિંહે આ પાંચેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાની ખાતરી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ શખ્સોએ યોગી આદિત્યનાથ તેમજ આરએસએસ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ૧૪ નવેમ્બરના કરાયેલી પોસ્ટ બાદ સ્થાનિકોએ વિરોધ નોંધાવીને એફઆઈઆર દાખલ કરવા જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY