ટોળા દ્વારા અમાનવીયરીતે અને નિર્દયરીતે માર મારી મારી નાંખવાની ઘટનાઓ દેશના જુદા જુદા ભાગોમાં વધી રહી છે. આવી અમાનવીય ઘટનાઓનો ભુગોળ ચિંતાજનક રીતે વધી ગયા બાદ તેના પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. આવા બનાવના કારણે સમાજમાં નારાજગીનુ મોજુ વધી રહ્યુ છે. આ પ્રકારની હિંસા અને કૃત્યોને રોકવા માટે સમાજના લોકો પણ આગળ આવે તે જરૂરી છે. રવિવારના દિવસે મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં પાંચ લોકોને બાળક ચોર ટોળકીના સભ્યો હોવાની શંકામાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગુરૂવારના દિવસે ત્રિપુરામાં અને ગયા મહિનામાં આસામમાં પણ આવી જ રીતે શંકામાં ત્રણ ત્રણ લોકોને ટોળાએ નિર્દયરીતે માર મારીને મારી નાંખવામાં આવ્યા હતા. ગયા સપ્તાહમાં જ ગુજરાતમાં ૪૦ વર્ષની એક મહિલાને બાળક ચોરની શંકા રાખીને માર મારીને મારી નાંખવામાં આવી હતી. દેશના જુદા જુદા હિસ્સામાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. વણઓળખાયેલા લોકોની સામે તોફાની ટોળા દ્વારા માર મારવાના કિસ્સા સતત સપાટી પર આવી રહ્યા છે. ગયા વર્ષે દેશના જુદા જુદા હિસ્સામાં ગૌરક્ષાના નામ પર ભીડ દ્વારા હત્યાનો સિલસિલો ચાલી રહ્યો હતો. જે સિલસિલો આજે પણ કેટલાક ભાગોમાં જારી છે. પરંતુ છેલ્લા આઠ દસ મહિનાની અંદર રક્તપાતની નવી લહેર આવી ગઇ છે. આ તમામ ઘટનાઓની એક ચોક્કસ પેટર્ન પણ છે. દરેક મામલામાં હત્યા કરતા પહેલા વોટ્સ એપ મારફતે અફવા ફેલાવી દેવામાં આવે છે. અફવા પહેલા પણ ફેલાતી રહી છે. આના કારણે લોકો પ્રભાવિત પણ થતા રહે છે. આવી Âસ્થતીમાં લોકો હવે વધારે સાવધાન થાય તે જરૂરી છે. ગામ અને મોહલ્લામાં અફવાના કારણે લોકો હવે સાવધાની રાખે છે. પહેરેદારી કરે છે. આ સ્વાભાવિક છે. કોઇ પણ કેસમાં પકડી પાડવામાં આવેલા લોકોને ઘટનાસ્થળ પર જ માર મારીને મારી નાંખવાની બાબતને કોઇ રીતે સ્વાભાવિક ગણી શકાય નહી. પોલીસની ચોક્કસપણે મર્યાદા છે. દરેક મામલામાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી જાય તે શક્ય નથી. પરંતુ કાયદાને હાથમાં લેનારને પોલીસ પકડી લેશે અને તેમની લાઇફનો કિંમતી સમય પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરીના ચક્કરમાં બગડી જાય છે. આ તમામ બાબતોમાં ટોળામાં રહેલા લોકોના દિલો દિમાગ પરથી કેમ જતી રહે છે તે બાબત પણ સમજાતી નથી. શંકાસ્પદ લોકોને પોલીસને હવાલે કરી દેવાની બાબત તેમને કેમ યાદ રહેતી નથી. શુ તોફાની ટોળામાં રહેલા લોકોને હવે કોઇને કોઇ કારણસર એવો વિશ્વાસ થઇ ગયો છે કે પોલીસ તેમની સામે જશે નહી ? આ તમામ બાબતો આવા મામલામાં ખુબ મહત્વપૂર્ણ છે. પરંતુ તેના કેટલાક જટિલ અન્ય પાસા પર રહેલા છે. આ તમામ પાસા પણ ઓછા મહત્વપૂર્ણ નથી. જેમ આવી તમામ ઘટનાના વિડિયો બનાવી દેવામાં આવે છે. તેને સોશિયલ મિડિયા પર વાયરલ પણ કરવામાં આવે છે. એટલે કે મામલો માત્ર એ નતી કે અફવાના કારણે પરેશાન થયેલા લોકો ગુસ્સામાં આવીને કોઇને મોતને ઘાટ ઉતારી દે છે. બલ્કે તેમાં કેટલાક એવા લોકો પણ છે જે કૃત્યને સારી બાબતની જેમ ગ્રહણ કરીને આગળ વધે છે. આનો ઉપયોગ પોતાની શાન વધારી દેવામાં કરે છે. આ એક ગંભીર સામાજિક મનોરોગની Âસ્થતી છે. જેની સારવાર તો દુર તેના ખતરાને પણ અમે સામાન્ય રીતે સમજી રહ્યા નથી. જા તેને વહેલી તકે રોકવામામં નહીં આવે તો બાળકો, મોટી વયના લોકો અને નબળી મનોદશા ધરાવતા લોકોને ઘરની બહાર નિકળવાનુ પણ મુશ્કેલ બની જશે. બર્બરતા નિરંકુશ હોય છે. હાલની ઘટનાઓને વખોડી કાઢી તમામ સમાજના લોકો આવી ઘટનાને રોકવા માટે આગળ આવે તે જરૂરી છે. ઘટનાસ્થળ પર પકડી ગયેલી વ્યÂક્તની સાથે મારામારી કરવાના બદલે તેને પોલીસમાં સોંપ દેવાની જરૂર હોય છે. કાયદાઓને હાથમાં લેવાની Âસ્થતીમાં કેટલીક વખત ટોળામાં રહેલા નિર્દોષ લોકો પણ ફસાઇ જાય છે અને તેમનો કિંમતી સમય કોર્ટ કચેરી અને ચકાસણીમાં જ પસાર થાય છે. લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલતી રહે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




