મરાઠા આંદોલન : આજે મુંબઈ બંધનું એલાન,પોલીસ એલર્ટ પર

0
11

મુંબઈ,તા.૮
આરક્ષણની માગણીને લઇ મરાઠા સંગઠનો દ્વારા કાલે બંધની હાકલ કરી હોઇ બંધ દરમિયાન રાજ્યમાં હિંસાની ઘટના રોકવા મુંબઈ પોલીસ કમર કસી રહી છે.
અગાઉ આંદોલન દરમિયાન જ્યાં હિંસાની ઘટના બની હતી, એવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યને વધારાની સિક્્યોરિટી ફોર્સ પૂરી પાડી હોઇ અમે ૧૫ કંપ્નીની માગણી કરી હતી, પરંતુ કેન્દ્રે માત્ર સાત કંપ્ની મોકલી છે, જેમાં રેપિડ એક્શન ફોર્સની છ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્્યોરિટી ફોર્સ (એસઆરપીએફ)ની એક કંપ્નીનો સમાવેશ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટÙ પોલીસદળનું સંખ્યાબળ બે લાખ જેટલું છે અને તેમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો પણ સમાવેશ છે. પોલીસની મદદ માટે હોમગાડર્સને પણ તહેનાત કરવામાં આવશે. લોકોને શાંતિપૂર્વક આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી હોઇ અમે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે અને અફવા પર ધ્યાન ન આપવાનું જણાવ્યું છે.
જા કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઇ આવશે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવાનું પણ જણાવાયું છે, એમ અધિકારીએ કહ્યું હતું. આંદોલનનું વીડિયો શૂટિંગ કરવામાં આવશે અને આ વીડિયો તથા સીસીટીવી ફૂટેજ ગુનેગારો તથા તોફાની તત્તવોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે, જે તકનો લાભ લઇને હિંસામાં આચરી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY