સુરત,તા.૨
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનાં ત્રીજા દિવસે પણ ગુજરાતની આંતર રાજ્ય બસ સર્વિસ ઠપ્પ જ રહેતા એસટી બસોનાં ખડકલા સાથે મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ભરૂચથી ગુજરાત રાજ્યનાં નવોદય વિદ્યાલયનાં ૫૬ વિદ્યાર્થીઓને લઇ ગયેલ ગુજરાત એસટી બસ પણ હિંસક ટોળાની ચપેટમાં આવતા બસમાં તોડફોડ સાથે આગ લગાડવાની ઘટનામાં નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોનો બચાવ થવા પામ્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓ હાલ પૂણેમાં જ નવોદય વિદ્યાલયમાં રોકાયા છે.
ભરૂચની નવોદય વિદ્યાર્થીમાંથી ગત રવિવારે ભરૂચથી નવોદયની ખેડા, પંચમહાલ, દમણ, સેલવાસ, ડાંગમાંથી ૫૬ વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રનાં પૂણે ખાતે ક્રિકેટ સિલેક્શન માટે લઇ જવાયા હતા. તે વેળા નાસીકથી પૂણે જતા માર્ગ પર ચાકણ ગામે ગુજરાત એસટીની નવોદયના વિદ્યાર્થીઓથી ભરેલ બસમાં પથ્થરમારો કરી આગ ચાંપી દેતાં બસમાંથી નાસ ભાગ મચી જવા પામી હતી. જોકે મહારાષ્ટ્ર સ્થાનિક પ્રસાસને બસમાંથી વિદ્યાર્થીઓ સહિત શિક્ષક સ્ટાફને હેમ-ખેમ ઉતારી લઇ તમામને એમ્બ્યુલન્સમાં બેસાડી પૂણે ખાતેની નવોદય વિદ્યાલયમાં પહોંચાડી દેવાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


