મુઝફ્ફરપુર રેપ : બિહાર બંધ વેળા ભારે હિંસા, ટ્રેનો રોકાઈ

0
88

પટણા,તા. ૨
બિહારના મુજફ્ફરપુરના શેલ્ટર હોમમાં યુવતિઓની સાથે રેપની ઘટનાના કારણે બિહારની રાજનીતિમાં હવે ભૂકંપની સ્થિતી સર્જાઇ ગઇ છે. આ મામલામાં લેફ્ટ પાર્ટિઓના નેતૃત્વમાં આજે બિહાર બંધની હાકલ કરવામાં આવ્યા બાદ સ્થિતી વણસી ગઇ હતી. બંધને આરજેડી અને કોંગ્રેસના લોકોએ પણ સમર્થન આપ્યુ છે. લેફ્ટ પાર્ટીઓ શેલ્ટર હોમ મામલામાં મુખ્યપ્રધાન નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહી છે. બંધના કારણે પટણામાં તમામ સ્કુલોને બંધ કરવામાં આવી હતી. પ્રદેશની કેટલીક જગ્યાએ ટ્‌ેનો રોકવામાં આવી હતી. મુજફ્ફરપુરના બાલિકા ગૃહમાં ૩૪ યુવતિઓની સાથે રેપના હેવાલ બાદથી રાજયમાં રાજકીય ઘમસાણની સ્થિતી છે. વિપક્ષ દળો રાજ્ય સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. બીજી બાજુ બંધ દરમિયાન પાટનગર પટણામાં સુરક્ષા કર્મચારીઓ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી થઇ હતી. પટણામાં સ્કુલ સાવચેતીના પગલા રૂપે બંધ રાખવામાં આવી હતી. બીજી બાજુ જહાનાબાદ, મધુબાની અને દરભંગામાં ટ્રેનો રોકવામાં આવી હતી. દરમિયાન આરજેડી નેતા તેજસ્વી કુમારે મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર તેજાબી પ્રહરો કર્યા છે. તેમણે કહ્યુ કે અમે નીતિશ કુમારને નિવેદન કરવાની ફરજ પાડીશુ. તેમની કુંભકર્ણની ઉંઘને અમે ભગાડીને જ માનીશુ. તેઓ હાલમાં અપરાધિક મૌન પાળી રહ્યા છે. તેની દેખાવવા પુરતી નૈતિકતા લોકોની સામે આવી ગઇ છે. પોલીસે ૪૪ યુવતિઓના નિવેદન દાખલ કર્યા હતા. સીબીઆઇ દ્વારા સમગ્ર મામલે ઉંડી તપાસ હાથ ધરી છે. હાલમાં મેડીકલ તપાસમાં ઓછામાં ઓછી ૩૪ બાળકીઓ સાથે રેપના હેવાલને સમર્થન મળ્યુ છે. હજુ પણ ચોંકાવનારી વિગત સપાટી પર આવી શકે છે. બીજી બાજુ પોલીસે ૪૪ યુવતીઓના નિવેદન પણ નોંધી દીધા બાદ વધુ તપાસ હાથ ધરી છે. ૨૦૧૦થી લઇને ૨૦૧૮ વચ્ચેના ગાળામાં બ્રજેશ ઠાકુરના એનજીઓ અને અખબારને મળેલા ફંડની વિગતો રાજ્ય સરકાર પાસેથી માંગી છે. આની વિગત આવ્યા બાદ સીબીઆઈ એવા અધિકારીઓની પણ પુછપરછ કરી શકે છે જે લોકોએ આ ફંડ આપવામાં ભૂમિકા અદા કરી છે. બીજી બાજુ મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે દુષ્કર્મના મામલામાં સીબીઆઈ તપાસમાં લાગી ગઈ છે. સંસદ સુધી આ મામલો પહોંચ્યો છે. બીજી બાજુ હવે આ મામલામાં રાજ્યપાલ સતપાલ મલિકે પણ ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યપાલે મુખ્યમંત્રી, ચીફ જસ્ટિસ, કેન્દ્રીય કાયદામંત્રીને લખેલા પત્રમાં પ્રદેશમાં સંચાલિત તમામ શેલ્ટર ગૃહ પર નજર રાખવા સૂચના આપી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY