(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા. ૩
વર્ષ ૨૦૧૫-૧૬ સુધી મશાલાના ઉત્પાદનમાં ભારતમાં નંબર વન રાજ્ય તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા ગુજરાતને હવે ફટકો પડ્યો છે. કારણ કે મસાલાના ઉત્પાદનમાં ગુજરાત હવે ચોથા ક્રમાંકે ફેંકાઇ ગયુ છે. કેટલાક રાજ્યો તેના કરતા આગળ નિકળી ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવેસરના આંકડામાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. આંકડા દર્શાવે છે કરે ગુજરાતમાં એંકદરે મસાલા ઉત્પાદન વર્ષ ૨૦૧૫-૧૬મં ૧૦.૭૮ લાખ મેટ્રિક ટન હતુ. જે હવે ઘટીને ૮.૬૮ લાખ થઇ ગયુ છે. આશરે ૨૦ ટકા સુધીનો ઘટાડો મશાલાના ઉત્પાદનમાં થઇ ગયુ છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મસાલાના ઉત્પાદન મામલે ટોપ ત્રણ રાજ્યો છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે પ્રતિકુળ હવામાન અને વરસાદ અનિયમિત રહેવાના કારણે મસાલાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અધિકારીઓએ કહ્યુ છે કે વાવણી વિસ્તાર પાંચ લાખ હેક્ટરની આસપાસ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતમાં મસાલાનુ ઉત્પાદન ૮.૭૩ લાખ મેટ્રિક ટન રહ્યુ હતુ.ગુજરાત મસાલાના ઉત્પાદનમાં રેકોર્ડ સફળતા ધરાવે છે. મશાલાના ઉત્પાદનમાં ગુજરાતની ૂબોલબાલા હમેંશા રહી છે. ગુજરાતમાં અનેક પ્રકારના મસાલા બને છે. જેમાં હળદર, મરચા, લસણનો સમાવેશ થાય છે. ટોપના અધિકારીઓએ કહ્યુ છે કે રાજસ્થાન અને અન્ય રાજ્યો મસાલાના મામલે ઉત્પાદનને વધારી શકવામાં સફળ રહ્યા છે. ગુજરાતમાં મસાલા ઉત્પાદનમાં ઘટાડો થયો છે. રાજસ્થાનમાં વાવણી એરિયા ૧૦.૪ લાખ હેક્ટરની સામે ઉત્પાદન ૧૦.૫૬ લાખ મેટ્રિક ટન છે. એગ્રીકલ્ચરના પૂર્વ ડિરેક્ટર બીઆર શાહે કહ્યુ છે કે સ્થિતી મસાલાના ઉત્પાદન માટે પહેલા જેવી આદર્શ રહી નથી. રાજસ્થાનમાં વાવણી વિસ્તાર ૧૦.૦૪ લાખ હેક્ટર છે અને ઉત્પાદન ૧૦.૫૬ લાખ મેટ્રિક ટનની આસપાસ ૨૦૧૫-૧૬માં રહ્યા બાદ તેમાં વધારો થયો છે. ૨૦૧૭-૧૮માં રાજસ્થાનમાં ગરમ મસાલાનું ઉત્પાદન વધીને ૧૩.૯૧ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે. ઉંઝા એપીએમસીના ચેરમેન ગૌરાંગ પટેલે કહ્યું છે કે, કેટલાક મસાલાના કેસમાં ઉત્પાદન ઘટ્યું છે પરંતુ જીરાના ઉત્પાદનમાં વધારો થયો છે. ગયા વર્ષે ૫૭ લાખ બેગ જીરાનું ઉત્પાદન થયું હતું. એક બેગમાં ૬૦ કિલો જીરૂ આવે છે. આ વર્ષે આ આંકડો ૮૫ લાખ બેગ સુધી પહોંચી ચુક્યો છે. ફળફળાદી, શાકભાજી અને મસાલાના ઉત્પાદનના આંકડા અંગે વાત કરતા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં પ્રતિકુળ સ્થિતિ હોવા છતાં સ્થિતિ સુધરી છે. ફળફળાદીની વાવણી ૪.૧૧ લાખ હેક્ટરમાં થઇ છે જ્યારે ઉત્પાદન ૮૯.૩૭ લાખ મેટ્રિક ટન રહ્યું છે જ્યારે શાકભાજીની વાવણી ૬.૪૪ લાખ હેક્ટરમાં થઇ છે અને ઉત્પાદન ૧૩૧.૬૧ લાખ મેટ્રિક ટન રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


