આઈપીએલ : પોઈન્ટ ટેબલ

0
154

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્દોર, તા.૩
ઇન્દોરમાં આવતકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની ૩૪મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનાર છે. વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ હવે સ્પર્ધામાંથી બહાર થઇ ચુકી છે. તે પોઇન્ટ ટેબલમાં આઠ મેચોમાં માત્ર બે મેચોમાં જીત સાથે સૌથી છેલ્લા સ્થાન પર છે. ટોપની ચાર ટીમો આગામી દોરમાં પ્રવેશ કરવા તૈયારી કરી રહી છે. દિલ્હીમાં રમાયેલી આઇપીએલની ૩૨મી મેચમાં દિલ્હીએ રાજસ્થાન પર ચાર રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ જારદાર બેટિંગ કરીને છ વિકેટ ગુમાવીને ૧૯૬ રન કર્યા હતા. જા કે ખરાબ હવામાન વિલન બનતા તેમાં ઓવરની સંખ્યા અને ટાર્ગેટને ફેરવી દેવાતા મેચ રોમાંચક બની હતી. રાજસ્થાનને જીતવા માટે ૧૨ ઓવરમાં ૧૫૧ રન કરવાની જરૂર હતી. જા કે તેની ટીમ પાંચ વિકેટે ૧૪૬ રન કરી શકી હતી. જેથી તેની હાર થઇ હતી. પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.
ટીમ મેચ જીત હાર પોઈન્ટ રનરેટ
ચેન્નાઈ સુપર કિંગ્સ ૮ ૬ ૨ ૧૨ ૦.૫૫૩
સનરાઈઝ હૈદરાબાદ ૮ ૬ ૨ ૧૨ ૦.૫૧૪
કિંગ્સ ઇલેવન પંજાબ ૭ ૫ ૨ ૧૦ ૦.૨૨૮
કોલકાતા નાઇટ રાઇડર્સ ૮ ૪ ૪ ૮ ૦.૧૧૦
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૮ ૩ ૫ ૬ -૦.૩૦૧
દિલ્હી ડેરડેવિલ્સ ૯ ૩ ૬ ૬ -૦.૪૫૦
રાજસ્થાન રોયલ્સ ૮ ૩ ૫ ૬ -૦.૭૨૬
મુંબઇ ઇન્ડિયન્સ ૮ ૨ ૬ ૪ -૦.૦૫૯

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY