બાળલગ્ન અટકાવવા આહવા ખાતે જનજાગૃતિ સેમિનાર યોજાયો

0
10

આહવા, તા.૧૧
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા ડૉ.આંબેડકર ભવન ખાતે તાજેતરમાં બાળલગન્ અટકાવવા બાબતનો જનજાગૃતિ સેમિનાર યોજાઇ ગયો.
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા સહિત નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કવા, દહેજ પ્રતિબંધક-સહ-રક્ષણ અધિકારી શ્રી એસ.ડી.સોરઠીયા, બાળલગન્ પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એમ.ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા એકમના શ્રી ચીરાજ જાષી સહિતના વિષય તજજ્ઞોએ બાળલગન્ પ્રતિબંધક ધારા સહિતની કાયદાકિય જાગવાઇઓનો વિસ્તૃત ખ્યાલ આપવામાં આવ્યો હતો.
સેમિનારમાં આરોગ્ય વિભાગ સહિત પોલીસ વિભાગ, ચાઇલ્ડ લાઇન-૧૦૯૮, પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યો, આશા બહેનો, સખી મંડળના સભ્યો, આરોગ્ય કાર્યકરો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત ૧૩૫ જેટલા લોકોએ લાભા લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY