માતરિયા તળાવ ખાતે ૨૦૧ થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

0
30

આજ રોજ ભરૂચના માતરિયા તળાવ ખાતે ગ્રીન વોરીયર્સ ટીમ દ્રારા ૨૦૧ થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ૧૦૦૦ જેટલા વૃક્ષોનું મફત વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષ થી કાર્યરત ગ્રીન વોરીયર્સ ટીમ દ્રારા જ્યાં જરૂરીયાત હોય ત્યાં સ્વખર્ચે વૃક્ષા રોપણ કરે છે અને દરવર્ષે 500 વૃક્ષ વાવવાનો ટાર્ગેટ પુરા કરે છે.

જેના ભાગરૂપે આજ રોજ ભરૂચના માતરિયા તળાવ ખાતે ગ્રીન વોરીયર્સ,સામાજિક વનીકરણ વિભાગ તથા ભારતીય જનતા પાર્ટી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા ૨૦૧ થી વધારે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.સાથે ૧૦૦૦ થી વધારે વૃક્ષોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના વરદ હસ્તે મફાત વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ડી.એફ.ઓ એમ.આર.સોલંકી, ઉપપ્રમુખ ભરત શાહ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ દક્ષા પટેલ, ધનજી ગોહિલ,જીજ્ઞેશ મોસ્ત્રી,રાજેશ ચૌહાણ,શ્યામ પાટીલ સહિત મોટી સંખ્યામાં વોરીયર્સ ગ્રુપના સભ્યો,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષા રોપણ કર્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY