એસ.સી.એજ્યુકેટેડ ગ્રુપની મિટિંગ મળી.

0
38

આજ રોજ એસ.સી.એજ્યુકેટેડ ગ્રુપની ત્રીજી મિટિંગ ધનજી પરમારના નિવાસસ્થાને આનંદ મંગલ સોસાયટી ખાતે મળી હતી. મિટિંગમાં આગામી 9 સપ્ટેમ્બર ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા, ઇન્ટરવ્યૂ સજ્જતા, શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસ માટે યોજાનાર માર્ગદર્શન કાર્યક્રમ અંગે ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં રોહીત, વણકર અને વાલ્મિકી સમાજમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રબુદ્ધ સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આગામી 9 સપ્ટેમ્બર ના રોજ ભરૂચમાં એસ.સી. સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાઓનું માર્ગદર્શન મળી રહે અને સમાજના બંધુઓ આ ભગીરથ કાર્યમાં જોડાય તે માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન હાથ ધરાયુ છે.જેમાં જી.પી.એસ.સી.ના પૂર્વ સભ્ય મુલચંદ ભાઈ રાણા સહિત સહિતના તજજ્ઞો માર્ગદર્શન આપશે.ભરૂચ જિલ્લાનાં દરેક તાલુકામાંથી એસ.સી.સમાજના યુવાનો,યુવતીઓ અને સમાજના બંધુઓ આ કાર્યક્રમમાં હાજર રહે તે માટે હાકલ કરવામાં આવી હતી.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે આ કાર્યક્રમના આયોજન માટે આગામી 19 ઓગષ્ટ ના રોજ વધુ એક મિટિંગનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું જેમાં જિલ્લા ના તમામ તાલુકા અને શહેરમાંથી એસ.સી. સમાજના પ્રબુદ્ધ લોકોને હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY