જહાંગીરાબાદમાં બે પતરાના શેડ તોડી પડાયા
સુરત, તા.૨૬
સુરત મહાનગરપાલિકાનાં પિમ ઝોન વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં. ૩૦ રાંદેરના ફા.પ્લોટ નં. ૧૦૦ સ્થિત પ્રાયોશા રેસ્ટોરન્ટમાં મિલ્કતદાર દ્વારા સુરત મહાનગરપાલિકાની પરવાનગી લિધા વિના ફેબ્રીકેશન શેડ બનાવી રેસ્ટોરન્ટનું બાંધકામ શરૂ કરવામાં આવેલ. જે અંગે મિલ્કતદારને સદર ગેરકાયદેસર બાંધકામ અટકાવી સ્વરીતેï દૂર કરવા જાણ કરાયેલ. પરંતુ મિલ્કતદારો દ્વારા બાંધકામ ચાલુ રખાતા તા.૨૨/૦૩/૨૦૧૯નાં રોજ રાંદેર ઝોનનાં સ્ટાફ દ્વારા મંજુરી વિનાનું બાંધકામ દૂર કરવામાં આવેલ. સદર ડિમોલીશન અન્વયે મિલકતદાર પાસેથી કુલ ૧૧,૦૦૦ દંડ પેટે વસૂલ લેવામાં આવેલ છે અને જહાંગીરાબાદ, બ્લોક નં.૨૧૭ ઈડબલ્યુએસ આવાસની સામે , જહાંગીરાબાદ વાળી વિમલ્કતમાં મિલ્કતદાર દ્વારા બનાવવામાં આવેલ પતરાનો શેડ, રૂમ ટોયલેટ બલોકનું આશરે ૧૭૫૫.૦૦ ચો.ફૂટ જેટલું ગે.કા. બાંધકામ/દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી મુકવામાં આવેલ. સદર ડિમોલીશન અન્વયે મિલકતદાર પાસેથી કુલ રૂ.૩૫,૦૦૦ દંડ પેટે વસુલ લેવામાં આવેલ છે. ઉપરાંત ટી.પી. સ્કીમ નં.૪૨, બ્લોક નં.૨૦૦, ફા. પલોટ ૪૮/૪૯ સુભાષ ગાર્ડનની બાજુમાં આવેલ ડબલ્યુટી ફુડ રેસ્ટોરન્ટ, કિષ્ના સ્ટીલ તથા ખોડિયાર ફર્નીચરવાળી મિલ્કતમાં પતરાનાં શેડ બનાવ કરવામાં આવેલ આશરે ૧૦૩૫.૦૦ ચો.ફૂટ જેટલું ગે.કા.બાંધકામ/દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ. સદર ડીમોલીશન અન્વયે મિલ્કતદાર પાસેથી કુલ રૂ.૧૦,૦૦૦ દંડ પેટે વસુલ લેવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




