સાણંદ,તા.૨૩
સાણંદના એક યુવકને મેડિકલમાં પ્રવેશ અપાવવાને બહાને આઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા શખ્સ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વિગત મુજબ સાણંદમાં રહેલા ધવલ વાઘેલાના પિતરાઇભાઇ રુદ્રદત્તસિંહ વાઘેલાને પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં એડમિશન લેવાનું હતું. દરમિયાન ધવલને વિવેક કેશવાન નામના યુવક સાથે ઓળખ થઈ હતી.
ધવલે હતું કે તેના સંબંધી રુદ્રદત્તસિંહને પોસ્ટ ગેજ્યુએશન મેડિકલમાં એડમિશન લેવાનું છે આથી વિવેક કેસવાને એડમિશન માટે ૧૦ લાખ રૂપિયા થશે અને પોતે અપાવી દેશે એમ જણાવ્યું હતું.
આમ કહીને તેણે ધવલ પાસેથી આઠ લાખ રૂપિયા લીધા હતા. એડમિશન ન થઈ શકતા વિવેકે આઠ લાખનો ચેક ધવલને આપ્યો હતો જાકે, ચેક રિટર્ન થયો હતો અંગે વિવેકને વાત કરતા તે પૈસા આપી દેશે એમ ધવલ વાઘેલાને કહ્યું હતું. જાકે, વિવેકે સમયસર પૈસા ન આપતા સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને આધારે પોલીસે વિવેક કેશવન નામના યુવક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




