જસદણની પેટા ચુંટણી પહેલા ભાજપનાં ત્રણ નેતા કોંગ્રેસમાં જાડાતા હાહાકાર

0
10

ગાંધીનગર,તા.૨૩
જસદણની પેટા ચૂંટણીની તારીખ જાહેર થયાના એક દિવસ બાદ ભાજપમાં ભડકો થયો છે. જસદણમાં ભાજપના ત્રણ કાર્યકર મેહુલ સંઘવી, દિલીપ રામાણી અને અન્ય એક પક્ષ સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે.
આ બેઠક પર પેટા ચૂંટણીને લઇને ગુરુવારે ચૂંટણીપંચે તારીખ જાહેર કરી હતી. ૨૦મી ડિસેમ્બરે આ બેઠક પર મતદાન હાથ ધરવામાં આવશે. ભાજપ તરફથી આ બેઠક પર કુંવરજી બાવળીયા લડી રહ્યાં ત્યારે કોંગ્રેસે હજી સુધી કોઇ ઉમેદ્વારનું નામ જાહેર કર્યું નથી.
૨૪-૨૫મી નવેમ્બરના રોજ કોંગ્રેસના પ્રભારી અમદાવાદ આવશે ત્યારે કોંગ્રેસના ઉમેદ્વારનું નામ જાહેર કરાશે. જાકે આ બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ વધુ હોય કોઇ કોળી ઉમેદ્વાર હશે તે નિશ્ચિત છે.
જદસણની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટમાંથી ચૂંટાઇ આવેલા કુંવરજી બાવળી કોંગ્રેસ છેડો ફાડી નાખ્યા બાદ ૩ જુલાઇના રોજ ભાજપમાં જાડાયા હતા. કોંગ્રેસને અલવિદા કેહનારા દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાને એક દિવસમાં જ તેમને રાજ્યની વિજય રૂપાણી સરકારમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યાં છે. કુંવરજી બાવળીયાને પાણી-પુરવડો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતા સોંપવામાં આવ્યાં છે.
જસદણ પેટાચૂંટણી આગામી ૨૬મી નવેમ્બરે ફોર્મ ભરવાનું શરૂ થશે. ૩ ડિસેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે. ૪ ડિસેમ્બરે ફોર્મ ચકાસણી થશે અને ૨૦ મી ડિસેમ્બરે મતદાન યોજાશે અને તેનું પરિણામ ૨૩ ડિસેમ્બરે આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY