મુંબઈ,તા.૧૯
પ્રીતિ ઝિન્ટા એક સમયે બોલિવૂડની ટોચની હિરોઇન ગણાતી હતી. તે મોટાભાગે તમામ સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. હાલમાં પ્રીતિએ લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં બોલિવૂડના યૌન ઉત્પીડન સામે વિરોધ નોંધાવતી ઈંમીટુ મુવમેન્ટ પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે જેના કારણે તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. પ્રીતિ બહુ જલ્દી ‘ભૈયાજી સુપરહીટ’માં કોમેડી અંદાજમાં જાવા મળશે. આ ફિલ્મના પ્રમોશન માટે તે અનેક ઇન્ટરવ્યૂ આપી રહી છે.
હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રીતિને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તેણે યૌન ઉત્પીડન જેવી ઘટનાનો સામનો કર્યો છે ? આ સવાલ સાંભળીને પ્રીતિ પહેલા હસે છે અને પછી કહે છે કે, ‘નહીં. મારી સાથે આવું નથી થયું. કાશ, મારી સાથે આવું થયું હોત…તો હું જવાબ આપી શકત.’ આ સિવાય તેણે ઈંમીટુ મુવમેન્ટની મજાક પણ ઉડાવી હતી. પ્રીતિના આ નિવેદનને ભારે ગંભીરતાથી લેવાયું છે અને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
આ ઇન્ટરવ્યૂમાં પ્રીતિએ ઈંમીટુ વિશે વાત કરતા કહ્યું છે કે ”આ અભિયાન શરૂ થયું છે એ સારી વાત છે પણ મને લાગે છે કે એનો ઉપયોગ યોગ્ય રીતે થવો જાઈએ. મને લાગે છે કે પુરુષો અને મહિલાઓ બંને પોતાના ફાયદા માટે એનો ઉપયોગ કરી રહ્યા છે. મને ખરાબ ત્યારે લાગે છે જ્યારે મહિલાઓ આ ઈંમીટુ અભિયાનનો ઉપયોગ પોતાના અંગત ફાયદા કે પબ્લિસિટી માટે કરે છે.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"








