સતત બીજા દિવસે દલિતોનો બહિષ્કાર, સમાધાનના પ્રયાસો નિષ્ફળ

0
348

મહેસાણા,તા.૧૦
મહેસાણા કડીનાં લ્હોર ગામમાં ૩ દિવસ પહેલા દલિત સમાજનાં એક યુવકે ગામમાં ધોડા પર ચઢીને વરધોડો કાઢતા દલિત પરિવારોનો ગામમાંથી બહિષ્કાર કરાયો છે. જેના કારણે દલિતોને ગામમાં અનાજ, પાણીથી માંડીને કોઇપણ વસ્તુ સાથે સાથે રીક્ષામાં બેસવા પણ દેવામાં આવતા નથી. આ દલિત પરિવારો સાથે જે કોઇપણ સારો વ્યવહાર કરે તો તેને ૫ હજારનો દંડ કરવાનું પણ ફરમાન કાઢવામાં આવ્યું છે. જેની સામે દલિતોએ પોલીસ રક્ષણ માંગતા તંત્ર દોડતું થયુ છે.
૧૫૦થી વધારે દલિત પરિવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાવલુ પોલીસમાં નોંધાયેલ ફરિયાદ પ્રમાણે સરપંચની અટકાયત કરાઇ છે જ્યારે અન્ય ૩ આગેવાનોની ધરપકડ કરવામાં આવતા ગામમાં તંગદિલી પ્રસરી છે. દલિત પરિવારનાં સમાધાનનો બીજા દિવસ છે. આ બન્ને વચ્ચે સમાધાનનાં પ્રયાસો ચાલી રહ્યાં છે પરંતુ હજી સુધી કોઇ સફળતા મળી નથી.
મહેસાણાનાં ડીવાયએસપી, મંજીતા વણઝારાએ આ અંગે જણાવ્યું કે, ‘લ્હોર ગામમા ગત ૭ મેનાં રોજ મનુભાઇ ભીખાભાઇ પરમારના પુત્ર મેહુલના લગ્નનો વરઘોડો નિકળ્યો હતો. જે મુદ્દે બીજા દિવસે ગામના આગેવાનોએ વિરોધ કરી તમે ગામમા વરઘોડો તમારી મર્યાદામા કાઢો તેવી ગર્ભીત ધમકી આપી હતી. ત્યાર બાદ ગામમા સાંજે આગેવાનો અને ગામજનોએ ભેગા થઇ દલિતોને કોઇપણ જીવન જરુરી ચીજ વસ્તુઓ નહી આપવાનો અને તેમની સાથે પ્રેમભર્યુ વર્તન કરનારને ૫ હજાર રૂપિયાનો દંડ કરવાની જાહેરાત કર્યાની બાબત ધ્યાને આવતા પોલીસ અધિકારીઓ સાથે દલિત પરિવારોની મુલાકાત લીધી હતી.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY