મેલબર્ન,તા.૧૯
ઓસ્ટ્રેલિયા ટીમના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોગને ટીમ ઈન્ડિયા ના કેપ્ટન વિરાટ કોહલી પર કરેલી એક કોમેન્ટ ભારે પડી ગઈ છે.
બ્રેડ હોગ પર કોહલીના ચાહકો તુટી પડ્યા હતા અને તેને ટ્રોલ કરવા માંડ્યા હતા.જેના પગલે હોગને સફાઈ આપવી પડી હતી.
કોહલી અને વિકેટકીપર ઋષભ પંતે એક ફેસ પ્રોડક્ટની જાહેરાતમાં કામ કર્યુ હતુ.જેનો વિડિયો કોહલીએ પોતાના એકાઉન્ટ પરથી શેર કર્યો હતો.એ પછી બ્રેડ હોગે તેની મજાક ઉડાવીને લખ્યુ હતુ કે, લોકો પૈસા માટે શું- શું કરે છે…
બસ એ પછી તો કોહલીના ચાહકોએ બ્રેડ હોગની ટીકાઓ કરવા માંડી હતી.એક ચાહકે તો બ્રેડ હોગને ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા સાઉથ આફ્રિકામાં કરાયેલા બોલ ટેમ્પરિંગની ઘટના યાદ દેવડાવી દીધી હતી.
બ્રેડ હોગે સ્પષ્ટતા કરતા કહ્યું હતુ કે, મેં કશું ખોટુ નથી કહ્યું.મારી કોમેન્ટનુ ખોટુ અર્થઘટન કરાયુ છે.જે કોમેન્ટો થઈ રહી છે તેમાં ગ્લાસ અડધો ખાલી છે…તેવી નકારાત્મકતા દેખાય છે.હું કોહલીની જગ્યાએ હોત તો હું પણ આવી એડ કરત.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





