મલાઇકા અરોરા સાથે લગ્ન પર અંતે અર્જુન કપૂરે મૌન તોડ્યુ

0
8

મુંબઇ,તા.૧૯
અર્જુન કપૂર અને મલાઇકા અરોરા અવારનવાર તેમનાં સંબંધને લઇને ચર્ચામાં રહે છે. અત્યાર સુધી બંનેમાંથી કોઇએ તેમનાં સંબંધની પુષ્ટિ કરી નથી. અફવાઓ તો અટકી ગઇ. પણ અર્જુન જ્યારે પણ મીડિયા સામે આવે છે તો, લગ્નની વાત જરૂર ઉઠે છે. આ સવાલનાં જવાબમાં અર્જુને કહ્યું છે કે, મારું જીવન બાળપણથી જ એક રોલર કોસ્ટર રહ્યું છે. હું વધુ ઉંચી છલાંગ મારવાં નથી ઇચ્છતો. હું એક વખતમાં એક જ સ્ટેપ લેવા ઇચ્છુ છું. આપ સૌની દુઆઓ અને ચિંતા માટે આભાર. હું જ્યારે પણ લગ્ન રીશ ત્યારે સૌને જણાવીશ. આ કંઇ છુપાવવાની વાત નથી.
અર્જુને કહ્યું કે, ‘હાલમાં લગ્નનો કોઇ જ પ્લાન નથી. હું હાલમાં ખુબ ખુશ છું. જે રીતે મીડિયા અને ફેન્સ મારી પર્સનલ લાઇફને લઇને રિસ્પેક્ટફૂલ રહ્યાં છે તેમનો હું આભારી છું. મને ખુબજ સન્માન મળ્યું છે. મને એવું લાગે છે કે જે વાત જ્યારે લખાઇ છે તે તેજ સમયે થાય છે.’
લગ્નની અફવાઓ પર અર્જુને કહ્યું કે, ‘અમારા પ્રોફેશનમાં આવી વાતો થતી રહે છે. આ કદાચ એક્ટર બનવા માટે અમારે ચુકવવી પડતી કિંમત છે. જોકે આ વાતને પણ નકારી શકાય નહીં કે મારી ઉંમરના તમામ સાથીઓનાં લગ્ન થઇ ગયા છે. તો લોકોને એવું લાગે છે કે, જો બધાનાં લગ્ન થઇ રહ્યાં છે તો મારા કેમ નથી થઇ રહ્યાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY