મેલબર્ન,તા.૨૧
આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઇનલ મેચ તો તમને યાદ હશે. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ ક્રિકેટ ઇતિહાસની ઐતિહાસિક મેચોમાંથી એક હતી. જેમાં ૫૦ ઓવરની મેચ ડ્રો થતા સુપર ઓવર નાખવામાં આવી જે પણ પરિણામ વિના રહી અને ડ્રો થઈ. જોકે અંતે ઇંગ્લેન્ડની ટીમને બાઉન્ડ્રીના આધારે વિશ્વ વિજેતા જાહેર કરવામાં આવી.
ત્યાર બાદ આઈસીસીના આ નિર્ણયની દુનિયાભરમાં ટીકા પણ થઈ. જ્યારે હવે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને સ્પિનર શેન વોર્ને આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું માનવું છે કે આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન બેન સ્ટોક્સના બેટથી લાગેલા થ્રોને ડેડ બોલ જાહેર કરવાની જરૂર હતી. આપને જણાવી દઈએ કે શેન વોર્ન એમસીસીની વિશ્વ ક્રિકેટ સમિતિના સભ્ય પણ છે. આ સમિતિ વર્લ્ડ કપમાં અમ્પાયરો દ્વારા એ બોલ પર લેવામાં આવેલ નિર્ણયની સમીક્ષા કરશે. તેથી વોર્નનું આ નિવેદન મહત્વનું માનવામાં આવી રહ્યું છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.
ઇંગ્લેન્ડની ટીમને આ વિવાદિત થ્રોના કારણે કુલ છ રન મળ્યા હતા અને અંતમાં આ મેચ ડ્રો થઈ હતી. સૂત્રો મુજબ શેન વોર્ને કહ્યું કે,’હું એ સમિતિમાં છું જે એ થ્રો રનની સમીક્ષા કરી રહી છે. મને લાગે છે કે રમતના નિયમ યોગ્ય છે. મારા માનવા મુજબ બેટ્સમેનના શરીરને લાગતી બોલ ડેડ બોલ હોવી જોઈએ. ભલે તે પછી બાઉન્ડ્રી પાર જાય કે નહીં. આ ડેડ બોલ હોવી જઈએ.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


