પાક.ના માનવાધિકાર મંત્રીની યુએનને રજૂઆત : પ્રિયંકાને એમ્બેસેડર પદેથી હટાવો

0
5

મુંબઈ,તા.૨૧
થોડાં સમય પહેલાં જ પાકિસ્તાનની એક મહિલા આયેશા મલિકે લોસ એન્જલસમાં આયોજીત બ્યૂટીકોન ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરાને યુનિસેફના ગુડવિલ એમ્બેસેડેરના પદને લઈ સવાલ કર્યો હતો. હવે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની કેબિનેટમાં માનવાધિકાર મંત્રી ડો. શિરીન એમ. મજારીએ યુનિસેફના એક્ઝીક્યૂટિવને પત્ર લખ્યો છે.
ડો. શિરીન એમ. મજારીએ આ પત્ર બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાને યુએનના ‘ગુડવિલ એમ્બેસેડર ફોર પીસ’ પદેથી હટાવવા માટે લખ્યો છે. લેટરમાં શિરીને કહ્યું હતું, ‘તમે પ્રિયંકા ચોપરાને યુએનની ગુડવિલ એમ્બેસેડર બનાવી છે. ભારતના હિસ્સાવાળા કાશ્મીરમાં જે કંઈ થયું, તે મોદી સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સંધિઓ કરી છે, તે તમામનું ઉલ્લંઘન છે.’
વધુમાં પત્રમાં કહેવામાં આવ્યું છે, ‘ભારતના હિસ્સાવાળા કાશ્મીરમાં ભારતીય સૈનિકો મહિલાઓ તથા બાળકો પર પેલેટ ગન ચલાવી રહ્યાં છે. ફાસીવાદ તથા નરસંહારને લઈ ભાજપ સરકાર પૂરી રીતે નાઝીની જેમ વર્તન કરી રહી છે. પ્રિયંકા ચોપરાએ જાહેરમાં ભારત સરકારની હાલની પરિસ્થિતિને ટેકો આપ્યો છે. આટલું જ નહીં એક્ટ્રેસે ભારતના સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને આપેલી ન્યૂક્લિયર હુમલાની ધમકીને પણ સપોર્ટ કર્યો છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY