મેલબર્ન,તા.૯
પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ને ટેસ્ટ કરિયર દરમિયાન પહેરેલી ગ્રીન કેપની હરાજી થઇ રહી છે. તેણે સોમવારે ટ્વિટર પર કહ્યું હતું કે, હરાજીથી જે પણ રકમ મળે તેનાથી જંગલોમાં લાગેલી આગથી પ્રભાવિત લોકોને મદદ કરશે. તેની કેપની હરાજી માટેની બોલી માત્ર બે કલાકમાં ૨,૭૫, ૦૦૦ ડોલરને પાર કરી ગઈ હતી. અત્યારે લેટેસ્ટ બોલી ૫,૨૦,૫૦૦ ડોલરની લાગી છે. સિડનીના એમસી નામના વ્યક્તિએ આ બોલી લગાવી છે. આ સાથે તેની બેગી ગ્રીન કેપ ક્રિકેટ ઇતિહાસની સૌથી મૂલ્યવાન યાદ બની ગઈ છે. અગાઉ સર ડોનાલ્ડ બ્રેડમેનની કેપ માટે ૨૦૦૩માં ૪,૨૫,૦૦૦ ડોલરની બોલી લાગી હતી.
હરાજીની વેબસાઇટ પરની માહિતિ મુજબ શેન વોર્ને ટેસ્ટ કારકિર્દીમાં રમનારી તમામ ૧૪૫ મેચ દરમિયાન આ કેપ પહેરી હતી. જેમાં તેણે ઓસ્ટ્રેલિયા તરફથી ૭૦૮ વિકેટ ઝડપી હતી. આ કેપ વોર્ન દ્વારા ઓટોગ્રાફ કરેલા પ્રમાણપત્ર સાથે આવશે. ઓનલાઇન હરાજીથી મેળવેલી ૧૦૦% રકમ બુશફાયર પીડિતોને દાન કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


