વરસાદના આગમન સાથે મચ્છરજન્ય રોગચાળો વકર્યો
– શહેરમાં ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાતા રોગચાળાની દહેશત
મહુવા, શિહોરમાં રોગચાળાએ માઝા મુકી
ચોમાસાનું આગમન થતા શહેર-જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. જિલ્લામાં એક સપ્તાહમાં જ સરકારી ચોપડે ૧૦૦થી વધુ મેલેરીયાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જો કે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ રહેતા આગામી દિવસોમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઇ રહી છે ત્યારે મનપા દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વરસાદનું આગમન થતા ઠેક ઠેકાણે વરસાદી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે. જેના પગલે અનેક વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા ખાનગી-સરકારી હોસ્પિટલોમાં તાવ-મેલેરીયા સહિતના રોગોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને જિલ્લાના મહુવા અને શિહોરના કેટલાક વિસ્તારોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળો માઝા મૂકે છે. આ વર્ષે ચોમાસાનું આગમન થતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ટીમો કામે લગાડી દીધી છે. વરસાદ શરૃ થયા બાદ જિલ્લામાં એક સપ્તાહમાં સરકારી ચોપડે ૧૦૦ થી વધુ મેલેરીયાના કેસો નોંધાયા છે. આ ઉપરાંત તાવ, શરદી, ઉધરસના કેસોમાં પણ ઉછાળો આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હાલમાં પણ વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા છે. ત્યારે મનપા દ્વારા ખુલ્લા પ્લોટો તેમજ પાણી ભરાતા હોય તેવી જગ્યાએ દવાનો છંટકાવ કરવો જરૃરી બની ગયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


