પ્રવીણકુમારે ફૅક્ટરીના માલિક પર હુમલો કર્યો, પુત્રને ધક્કો માર્યો

0
4

મેરઠ,તા.૧૬
ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર પ્રવીણકુમારે ફરી એકવાર વિવાદ ઊભો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રવીણકુમારે એક ફૅક્ટરીના માલિક પર હુમલો કર્યો હતો અને તેમના પુત્રને ધક્કો માર્યો હતો જેને પરિણામે અહીંના પોલીસ સ્ટેશનમાં પ્રવીણકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
કહેવાય છે કે શિલ્પકૃતિઓનું કારખાનું ધરાવતા દીપક શર્મા તેમના પુત્રને સ્કૂલ બસમાંથી નીચે ઉતારી રહ્યા હતા ત્યારે થોડી વાર સુધી એ રસ્તા પર પાછળના વાહનો અટકી ગયા હતા. એ વાહનોમાં પ્રવીણકુમારની કાર પણ હતી અને તે તરત બહાર આવી ગયો હતો અને દીપક શર્મા પર તેણે હુમલો કર્યો હતો અને તેમના પુત્રને ધક્કો માર્યો હતો. આ માહિતી દીપક શર્માએ ફરિયાદમાં આપી હતી. એટલું જ નહીં, પ્રવીણકુમાર ફરિયાદી દીપક શર્માના પિતા જિતેન્દ્ર શર્મા સાથે ઝઘડા પર પણ ઊતરી પડયો હતો. આ બનાવમાં દીપક શર્મા અને તેમના પુત્રને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પ્રવીણકુમાર વિરુદ્ધ કેસ રજિસ્ટર કરવામાં આવ્યો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY