મહારાષ્ટ્રમાં દુકાળગ્રસ્ત વિસ્તારોનાં વિદ્યાર્થીઓને એસટી બસમાં મફત પ્રવાસ કરવા મળશે

0
56

મુંબઈ,તા.૩૦
મહારાષ્ટ્રમાં આ વર્ષે મોટા ભાગના જિલ્લાઓમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતને ધ્યાનમાં લઈને રાજ્યના સ્ટેટ રોડ (એસ.ટી.) મહામંડળે ગ્રામીણ વિસ્તારોમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે.
સરકારે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓના વિદ્યાર્થીઓને બાકી રહેલા શૈક્ષણિક વર્ષ દરમિયાન એસ.ટી. બસોમાં મફત પ્રવાસ કરવાની સુવિધાની જાહેરાત કરી છે. રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન દિવાકર રાવતેએ આ જાહેરાત કરી છે. રાવતે એસ.ટી. મહામંડળના અધ્યક્ષ પણ છે.
રાજ્યમાં શાળા-કોલેજામાં તેમજ વ્યાવસાયિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને આપવામાં આવતા માસિક પાસમાં ૬૬.૬૭ ટકાની રાહત આપવામાં આવે છે. હવે સરકારે દુકાળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દુકાળગ્રસ્ત તાલુકાઓના વિદ્યાર્થીઓને બાકીના શૈક્ષણિક વર્ષ માટે ૧૦૦ ટકા મફત પાસ આપવાની જાહેરાત કરી છે.
સરકારના આ નિર્ણયથી રાજ્યની તિજારી પર રૂ. ૮૫ કરોડનો અતિરિક્ત બોજા આવશે. રાજ્યમાં અંદાજે ૩૫ લાખ વિદ્યાર્થીઓને આ સવલતનો લાભ મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY