મુંબઈ,તા.૨૧
૭૭ વર્ષીય બોલિવૂડ એક્ટર જિતેન્દ્ર માટે રાહતનાં સમાચાર છે. ૪૭ વર્ષ જુના રેપ કેસમાં તેમનાં વિરુદ્ધ હિમાચલ હાઇકોર્ટને રદ કરી દીધો છે. મામલો હિમાચલનાં પાટનગર શિમલા સાથે જાડાયેલો છે. માહિતી પ્રમાણે, ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૮નાં શિમલાનાં મહિલા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ હેઠળ પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં એક્ટરની કાકાની દીકરીએ આરોપ લગાવ્યો હતો કે ૪૭ વર્ષ પહેલાં શિમલામાં એક હોટલમાં તેનું યૌન ઉત્પીડન થયુ હતું. જિતેન્દ્રએ હાઇકોર્ટ સમક્ષ અજી કરી એફઆઈઆર રદ કરવા મદદ માંગી હતી.
જિતેન્દ્રની દલીલ છે કે, આ આખો મામલો બ્લેકમેલ કરવાનાં ઇરાદે જ દાખલ કરવામાં આવ્યો છે. ૪૭ વર્ષ બાદ દાખલ કેસમાં મોડું પડવાનાં કારણો પર પણ કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. જિતેન્દ્રએ કહ્યું કે, એફઆઈઆરમાં શિમલામાં ફિલ્મની શૂટિંગનાં નામે હોટલનો ઉલ્લેખ પણ નથી. બે સહ એક્ટરનાં નામનો પણ ઉલ્લેખ નથી. આ આરોપો ખોટા છે. કોર્ટે આ દલિલ બાદ પ્રાર્થીની દલીલોને ન્યાય સંગત જાણીને આ નિર્ણય લીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




