સુરત,તા.૩૦
ખટોદરા વિસ્તારમાં આવેલા સરસાણા ગામમાં છેલ્લા એક મહિનાથી ચોર ગેંગે આતંક મચાવ્યો છે. એક મહિનામાં તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી હતી. જેથી ગામલોકો રાત્રે પહેરીદારી કરી રહ્યા છે. દરમિયાન ગામલોકોએ પાંચ તસ્કરોને પકડી પોલીસે હવાલે પણ કર્યા હતા. દરમિયાન એક દિવસ તસ્કરો અને ગામલોકો વચ્ચે ઝપાઝપી પણ સર્જાઈ હતી. જ્યારે આ ચોર ગેંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ખટોદરા વિસ્તારમાં આવેલા સરસાણા ગામમાં છેલ્લા એક મહિનાથી ચોર ગેંગ સક્રિય થઈ છે. સરસાણા ગામના એક ઘરમાંથી ૪૦ લાખની મત્તાની ચોરી થઈ હતી. ત્યારબાદ એક મંદિરને પણ નિશાન બનાવી હતી. દરમિયાન સીસીટીવી સાથે ગામલોકોએ પોલીસમાં રજૂઆત કરી હતી. જાકે, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો હતો. અને ગામના યુવાનોએ રાત્રે જાગીને પહેરેદારી શરૂ કરી હતી. જેમાં પાંચ જેટલા તસ્કરોને પકડી પોલીસ હવાલે કર્યા હતા.
છેલ્લા અક મહિનાથી ચોર ગેંગના આતંકથી ગામવાસીઓએ જાતે જ ગામની પહેરેદારી શરૂ કરી દીધી છે. જેમાં એક દિવસ તસ્કરો આવતા લોકો દોડ્યા હતા. અને ઝપાઝપી સર્જાઈ હતી. જાકે, કેટલાક તસ્કરો ભાગવામાં સફળ થઈ ગયા હતા. અને પાંચ જેટલા તસ્કરો ઝડપાઈ ગયા હતા. જેને પોલીસ હવાલે કર્યા હતા. અ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



