મુંબઈ,તા.૫
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લા સ્થિત મેલઘાટમાં છેલ્લા ચાર મહિના દરમિયાના ઓછામાં ઓછા ૪૬ બાળકોના કુપોષણથી મોત થયા છે. કુપોષણથી બાળકોના મોતના આંકડા એપ્રિલથી જુલાઇ વચ્ચેના છે. અહીં અમરાવતીના આદિવાસી વિસ્તારના અનેક ગામોમાં કુપોષણની મોટી સમસ્યા છે. આ બાળકો જન્મની સાથે જ કુપોષણનો શિકાર બનેલા હોય છે. છ વર્ષની ઉંમર સુધીમાં તેમાંથી મોટા ભાગના બાળકો મોતને ભેટે છે.
બોમ્બે હાઇકોર્ટે સપ્ટેમ્બર ૨૦૧૬મા આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે, મહારાષ્ટ્રમાં એક વર્ષની અંદર ૧૭૦૦૦ બાળકોના કુપોષણના કારણે મોત થયા છે. ત્યારબા વર્ષ ૨૦૧૭માં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી દીપક સાવંતે ખુલાસો કર્યો કે એપ્રિલ ૨૦૧૬થી ઓગસ્ટ ૨૦૧૬ વચ્ચે ૬૧૪૮ બાળકોના કુપોષણના કારણે મોત થયા છે. મહારાષ્ટÙમાં ૯૦ના દશકમાં કુપોષણના કારણે મોત થવાનો સૌથી વધારે કિસ્સાઓ સામે આવ્યા હતા. ૧૯૯૨-૯૭ વચ્ચે ૫૦૦૦ બાળકોએ કુપોષણના કારણે દમ તોડ્યો હતો.
આટલી મોટી સંખ્યામાં બાળકોના મોતથી દરેકને હચમચાવી દીધા હતા. જ્યાં રાજ્ય સરકાર અને કોર્ટે આ અંગે રિપોર્ટ માંગ્યો હતો. કેટલાક આંતરરાષ્ટ્રીય સંગઠનોએ કુપોષણથી લડવા માટે મદદ પણ કરી હતી. પરંતુ હજી સુધી કુપોષણથી બાળકોના મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે.
મેલઘાટમાં મહાત્મા ગાંધી આદિવાસી હોસ્પિટલના પ્રેસિડેન્ડ ડો. આશીષ સતવએ જણાવ્યું હતું કે, કુપોષણથી બાળકોને બચાવવા માટે નવી ટ્રાઇબલ હેલ્થ પોલિસીની જરૂર છે. જેના માટે જૂની ટ્રાઇબલ પોલિસીમાં ફેરફાર કરવા માટે અનેક જાહેરહિતની અરજીઓ પણ કરવામાં આવી છે. જાકે રાજ્યસરકારે અત્યારે કોઇ નિર્ણય લીધો નથી.
‘ખોજ’ નામની એક સરકારી સંસ્થાનું માનવું છે કે, રાજ્ય સરકાર મેલઘાટમાં સ્વાસ્થ્ય સુવિધાઓને લઇે ઉદાસીન છે. જાકે, મીડિયામાં આવ્યા આવવા માટે અનેક નેતાઓ અને ટોપ બ્યુરોક્રેટ્સે મેલઘાટની મુલાકત લીધી છે પરંતુ અહીં કુપોષણનો કોઇ ઇલાજ થઇ શક્્યો નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



