અંજાર-ગાંધીધામ વિસ્તારમાં ભાજપાના ઉમેદવાર વિનોદ ચાવડાનો લોક સંપર્ક

0
92

ભુજ કચ્છ :પ્રચંડ ઇચ્છા શક્તિ સાથે સબબ નેતૃત્વ ધરાવતા દીર્ઘ દ્રષ્ટા વિકાસ પુરૂષ નરેન્દ્રભાઈ મોદીને શાસન ધુરા સોપવાના અને દેશભરના લોકોના વિચારો સાથે સંમત થઈ ભાજપાને વિજયી બનાવવાની અપીલ કરતાં ભાજપ લોકસભાના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં ભાજપના શાસનમાં કચ્છને ધ્યાનસ્થ રાખી કેન્દ્ર સરકાર અને નરેન્દ્રભાઈ મોદીએ ઘણી લાભદાયક યોજનાઓનો લાભ આપ્યો છે. સરકારની વિવિધ યોજના અંતર્ગત ૪ અબજ જેટલી રકમના લાભો લાભાર્થીઓને મળ્યા છે. ગરીબ-મધ્યમવર્ગ,વિકાસ વંચિત લાભાર્થીઓને પારદર્શી રીતે લાભો આપવામાં આવેલ છે.

ગાંધીધામ મધ્યે આંજણા પટેલ સમુદાય અને લોહાણા સમુદાયના આગેવાનો સાથે બેઠક કરી હતી. આદિપુર અને અંજારમાં ચુટણી કાર્યાલયોના ઉદ્દગાટન અને અંજારમાં સાંજે રામનવમી નિમિતે આયોજિત રવાડીમાં દર્શનનો લાભ લીધો હતો.કાર્યક્રમમાં રાજયમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીર અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ગાંધીધામ અંજારના ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો-શુભેચ્છકો સાથે રહ્યા હતા.

ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY