સુરત,તા.૪
સુરતમાં દૂધ ચોરોનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. સુરતના રુસ્તમપુરાના મોમનાવાડમાં દૂધના કેરેટની ચોરી થઇ હતી. ત્યારે વહેલી સવારે દૂધ કેરેટની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. તમે સીસીટીવીમાં જાઇ શકો છો કે વહેલી સવારે કેવી ચાલાકીપૂર્વક બાઇક સવાર શખ્સો દૂધની ચોરી કરી રહ્યા છે. આ અજાણ્યા શખ્સોએ દૂધના ૩ કેરેટની ચોરી કરી હતી અને ફરાર થઇ ગયા હતા.
ત્યારે ઘટનાને પગલે દૂધ વિક્રેતાએ સલાબતપુરાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરતના નાના વરાછાના શ્યામધામ વિસ્તારમાં દૂધના કેરેટની ચોરી થઇ હતી.
ત્યારે આ ચોરીની ઘટનામાં હજી દૂધની ચોરી કરનાર પકડાયા નથી. ત્યાં બીજીવાર આ ઘટના સુરતના મોમનાવાડ વિસ્તારમાં બની છે.
આ મામલે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



