૩૪ યુવતીઓમાં કોઈ તમારી દીકરી હોત તો તમે કોઈના વિરુદ્ધ એક્શન ન લેતા?

0
11

શેલ્ટર હોમ રેપ કેસ મુદ્દે સ્વાતિ માનીવાલે નીતિશ કુમારને પત્ર લખ્યો
ન્યુ દિલ્હી/પટના,તા.૪
મુજફ્ફરપુરના શેલ્ટર હોમમાં ૩૪ યુવતીઓ સાથે બળાત્કારનાં મામલામાં દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને એક પત્ર લખ્યો છે. બે પાનાનાં પત્રમાં સ્વાતિએ નીતીશ કુમાર પર ઘણા આરોપ લગાવ્યા છે. સ્વાતિએ અહિંયા સુધી લખી નાંખ્યું-‘સર તમારી કોઇ દીકરી નથી. પરંતુ હું તમને પૂંછવા માંગુ છું કે, તે ૩૪ યુવતીઓમાં કોઇ તમારી દીકરી હોત તો પણ તમે કોઇના વિરૃદ્ધ એક્શન ન લેતા? તમે તમારા આ એક કર્મના કારણે દેશની કરોડો મહિલાઓ અને બાળકીમાં તમારી ઇજ્જત ખોઇ છે.’
સ્વાતિએ લખ્યું- હું જાણુ છું કે બિહાર મારા કાર્યક્ષેત્રમાં આવતું નથી, પરંતુ દેશની એક મહિલા હોવાના કારણે હું આ પત્ર લખી રહી છું. મુજફ્ફરપુરની નારી સંરક્ષણ ગૃહની કહાની કદાચ આ દુનિયામાં સૌથી સભાનક કહાનીઓમાથી એક છે. સ્વાતિએ લખ્યું-‘અહિંયા લગભગ ૩૪ યુવતીઓ ,સાથે વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને કેટલીક યુવતીઓનું મર્ડર કરીને તેમને ત્યાં જ દફનાવી દેવામાં આવી.’
આ છોકરીઓ ૭થી ૧૪ વર્ષની હતી. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષે લખ્યું-‘એનજીઓનો માલિક બ્રજેશ ઠાકુર નામનો હેવાન અને ઘણા ઓફિસર્સ અને નેતાઓ નારી સંરક્ષણ ગૃહ પહોંચીને એમની સાથે બળાત્કાર કરતા હતાં.’
સ્વાતિએ કહ્યું છે કે, તેમને દુખ છે કે નોટિસની રિપોર્ટ આવ્યાના ૩ મહિના બાદ નીતીશ સરકારે આ રિપોર્ટ પર કોઇ એક્શન લીધુ નહી. સરકારના એક પણ મંત્રી પર અત્યાર સુધીમાં કોઇ એક્શન લેવામાં આવ્યું નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY