કોઈ ઝેરી પ્રવાહી પી લેતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો.
ભરૂચ જિલ્લા ન્યાયાલય સકુંલ માં ૪૯૮ના કેસમાં ફરિયાદીએ પોતાની પત્નીને ભરણપોષણ નહીં ચૂકવવું પડે અને પત્નીને પરત પોતાના ઘરે ન લઈ જવી પડે તે માટે પતિએ ન્યાયાલય સકુંલમાં કોઈ ઝેરી પ્રવાહી પી લેતાં દોડ ધામ મચી જવા પામી હતી.
બનાવ ની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના ભીડભંજનખાડી વિસ્તારમાં રહેતી નીતા રતિલાલ મિસ્ત્રીના લગ્ન સુરત ખાતે રહેતા કમલેશ ગોંડલીયા સાથે થયા હતા.જેવોનું લગ્નજીવન સારૂં ચાલતું હતું પરંતુ પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી નીતા મિસ્ત્રી પોતાના પિયરમાં આવી ગઈ હતી અને છેલ્લા બે વર્ષથી તેનો પતિ કમલેશ ગોંડલીયા દ્રારા પત્ની નીતા મિસ્ત્રીને પીયરમાંથી સાસરે તેડી ન જતાં આખરે નીતાએ ન્યાય મેળવવા માટે ભરૂચની કોર્ટમાં ૪૯૮ મુજબનો ભરણ-પોષણનો કેસ દાખલ કર્યો હતો.
જે કેસ ભરૂચના ન્યાયાલયની બાવન નંબરની કોર્ટમાં જજ એમ.એમ અગ્રવાલની કોર્ટમાં ચાલતો હોઈ તે દરમિયાન જજે સમાધાની પ્રોસેસમાં પત્નીને પરત લઈ જવા માટેનું કહેતા પતિ કમલેશ ગોંડલીયાએ પોતાની પત્નીને પરત ના લઈ જવી પડે અને ભરણપોષણ પણ ન ચૂકવવું પડે તે હેતુથી ચાલુ કોર્ટમાં કોઈ પ્રવાહી જેવુ પી જતા કમલેશને ચાલુ કોર્ટમાં જ થી ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ન્યાયાલયમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટના અંગે ફરિયાદીના વકીલના જણાવ્યાનુસાર કોર્ટમાંપતિ-પત્ની વચ્ચે સમાધાન ની પ્રોસેસ ચાલી રહી હતી તે સમયે પતિ કમલેશ ગોંડલીયા પોતાની પત્નીને પરત ન લઈ જવી પડે અને ભરણપોષણ ન ચૂકવવું પડે તે માટે ન્યાયાલય માં ચાલુ કોર્ટમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જે અનુસંધાનમાં ન્યાયાલય દ્વારા પણ આપઘાત કરવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી અને કાયદેસરની ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






