મોડાસામાં બાઇકને શા રૂમમાં લઇ જતી ટ્રકમાં આગ,આઠ બાઇક બળીને ખાક

0
7

મોડાસા,તા.૨૭
ઉનાળાના અસહ્ય ગરમીનો પ્રકોપ અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી પસાર થતા વાહનોમાં પર પડી રહી હોય તેમ સતત વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા વાંટડા ટોલ પ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રક-કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી ટ્રક-કન્ટેનર માં રહેલા ૮ નવા બાઈક આગમાં ખાખ થયા હતા. મોડાસા નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુ માં લીધી હતી.
મોડાસાના વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી બાઈક ભરી શો-રૂમ પર પહોંચાડવા નીકળેલા ટ્રક-કન્ટેનરમાં આગ લાગતા ચાલકે સમય સુચકતા વાપરી ખાનગી હોટેલ નજીક ઉભી રાખી દીધો હતો. થોડી મિનિટોમાં ટ્રક-કન્ટેનરમાં લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ટ્રક-કન્ટેનરમાં લાગેલ આગ થી ૮ નવી નક્કોર બાઈક ખાખ થઈ ગઈ હતી. મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં લેવામાં સફળતા મળતા ટ્રક-કન્ટેનરમાં રહેલી અન્ય વધુ બાઈકને આગ માં ખાખ થતી બચાવી લેવામાં સફળતા મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY