બીજિંગ,તા.૨૭
બેલ્ટ એન્ડ રોડ ફોરમમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે કહ્યું કે, બેલ્ટ એન્ડ રોજ પ્રોજેક્ટ કોઇ ખાસ ક્લબ માટે નથી. આ પ્રોજેક્ટ માત્ર ચીનના હિતોને પુરાં કરવા માટે પણ નથી. અમે ઇચ્છીએ છીએ કે, આ પ્રોજેક્ટમાં સામેલ તમામ દેશ તેનો ફાયદો ઉઠાવશે. ભારત અને અમેરિકા ચીનના ફોરમમાં સામેલ નથી થયા. આ ચીનની બીજી સમિટ છે અને તેમાં ૩૭ દેશોના પ્રમુખ સામેલ થયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ અહીં પહોંચ્યા. તેઓએ કહ્યું કે, ચીન અને પાકિસ્તાન ઝડપથી પાકિસ્તાન-ચીન ઇકોનોમિક કોરિડોરનું આગામી ચરણ શરૂ કરશે.
જિનપિંગે કહ્યું કે, આ યોજના કોઇ પણ પ્રકારે ગરીબ સહભાગીઓને દેવાના જાળમાં નથી ફસાવી રહી. અમે ઇચ્છીએ છીએ કે, પ્રોજેક્ટની મદદથી કનેકિટવિટી વધે અને તેમાં સામેલ થનારા તમામ દેશો માટે સ્થિતિ ફાયદાકારક રહે. તેમના ભાષણ દરમિયાન જિનપિંગે રોકાણ, ટેકિનકલ ટ્રાન્સફર, ગરીબી મિટાવવા અને અન્ય ક્ષેત્રો ઉપરાંત પર્યાવરણ જેવા મુદ્દા પર ભાર મુકિયો.
ભારતે સતત બીજીવાર આ સમિટથી અંતર બનાવ્યું છે. આ વખતે તેઓને અમેરિકાનો પણ સાથ મળ્યો છે. આ સમિટમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ઇટલીના વડાપ્રધાન જિયૂસેપે કોંટે જેવી હસ્તીઓ પહોંચી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


