એવેંજર્સ એંડગેમે ભારતમાં ઇતિહાસ રચ્યો, પહેલા દિવસે ૫૩.૧૦ કરોડની કમાણી

0
5

મુંબઈ,તા.૨૭
માર્વલની એવેંજર્સઃ એંડગેમે ભારતમાં પહેલા દિવસની કમાણીના દરેક રેકોર્ડ તોડી દીધા છે. માર્વલની એવેંજર્સઃ એંડગેમ પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. ભારતમાં પહેલા દિવસે ૫૩.૧૦ કરોડની કમાણી કરી છે. ફિલ્મનો ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન ૬૩.૨૧ કરોડ છે. એક હોલીવુડ ફિલ્મ માટે આ ખૂબ શાનદાર આંકડો છે.
જણાવી દઇએ કે ભારતીય બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર સૌથી વધારે કમાણી કરવાનો રેકોર્ડ આમિર ખાનની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના નામે હતો. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ભારતમાં તેની રિલીઝથી પહેલા દિવસે ૫૨.૨૫ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું.
ભારતમાં લોકો પર એવેંજર્સઃ એંડગેમેનો ફીવર ચડ્યો છે. એવેંજર્સઃ એંડગેમે મંગળવારે એડવાન્સ ટિકિટ સેલના દરેક રેકોર્ડ તોડી દીધા છે. ફિલ્મને લઇને ખૂબ ડિમાન્ડ છે. ખાસ કરીને દિલ્હી અને એનસીઆરમાં જબરદસ્ત માહોલ છે. દર્શકોના ઉત્સાહને જોતા મેકર્સે એવેન્જર્સ એંડગેમને વધારેથી વધારે સ્ક્રીન્સ પર રિલીઝ કરી છે. દેશના ઘણા શો થિયેટરમાં ૨૪×૭ શો રજૂ કરવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY