લગ્નપ્રસંગ માતમમાં ફેરવાયો, લોખંડના પોલને અડકતા બાળકીનું કરંટ લાગવાથી મોત

0
5

સુરત,તા.૫
સુરતના ભેસ્તાન વિસ્તારમાં લગ્ન પ્રસંગ ત્યારે માતમમાં ફેરવાઈ ગયો, જ્યારે કરંટ લાગવાને કારણે ૯ વર્ષની એક માસૂમનું મોત નિપજ્યું. ભેસ્તાનના વાલ્મિકી આવાસમાં એક યુવકની પીઠીની વિધી ચાલી રહી હતી, ત્યારે પ્રિયંકા અને અન્ય પાંચ બાળકો રમી રહ્યા હતા. તે સમયે ફોક્સ લગાવેલાં લોખંડના પોલને અડતાં જ પ્રિયંકા સહિત ત્રણ બાળકોને કરંટ લાગ્યો હતો.
સુરતના ભેસ્તાનમાં વિસ્તારમાં આવેલાં વાલ્મિકિ આવાસમાં ૯ વર્ષીય પ્રિયંકા ખેરનાર પરિવાર સાથે રહેતી હતી. પ્રિયંકા ધોરણ ૩માં અભ્યાસ કરતી હતી. આવાસની નજીક જ એક યુવકની પીઠીની વિધી ચાલી રહી હતી. ત્યારે પ્રિયંકા અન્ય પાંચ બાળકો સાથે રમી રહી હતી. લગ્નના કાર્યક્રમને લઈ લાઈટિંગ કરવામાં આવ્યું હતું. પણ લોખંડના પોલ પર ફોક્સ લાઈટ લગાવી હતી. પ્રિયંકા અને બાળકો રમતાં રમતાં લોખંડના પોલને અડી ગયા હતા. આ સમયે કરંટ લાગવાને કારણે પ્રિંયકા ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પણ ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ બાળકીના ઘરે આવી પહોંચી હતી. અને બાળકીના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડ્યો હતો. પણ વ્હાલસોયી પુત્રીને ગુમાવ્યા બાદ માતા-પિતા આઘાતમાં સરી ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY