
મુંબઈ,તા.૧૯
હોલિવુડના સ્ટાર કપલને અલગ થયાને ૨ વર્ષ થયા છે. બ્રાડ પિટ અને એન્જેલિના જોલીએ વર્ષ ૨૦૧૬માં એકબીજાની સાથે છૂટા પડવાનો નિર્ણય કર્યો હતો. ફેન્સમાં ‘બ્રેન્જેલિના’ તરીકે ફેમસ આ જોડીના ડિવોર્સને ઘણો જ સમય થઈ ચૂક્યો છે પરંતુ કાયદાકિય પ્રોસિજર ખૂબ જ ખર્ચાળ અને લાંબી બની ગઈ છે. ફેન્સ એવું માની રહ્યાં છે કે હોલિવૂડના ઈતિહાસમાં આ છૂટાછેડા સૌથી મોંઘા બની રહેશે.
એન્જેલિના અને બ્રાડ પિટ બન્ને ૧૨ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં હતાં. જ્યારે આ બન્નેના લગ્ન થયાં હતાં ત્યારે એન્જેલિનાએ કહ્યું હતું કે લગ્ન એ એક સુંદર ક્ષણ છે. જે અમે બન્ને ભરપૂર માણી રહ્યાં છે. આ બન્ને મેડોક્સ, શિલોહ, નોક્સ, વિવિયન, જોહરા અને પેક્સના માતા પિતા છે. હાલ તેમણે અસ્થાયી સમજૂતી કરી છે પરંતુ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યાં છે.
જોકે, આ બન્નેના લગ્નને બે વર્ષ થયાં પછી એન્જેલિના જોલીએ અચાનક જ સપ્ટેમ્બર ૨૦૧૬માં શોકિંગ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, ”તે હવે ડિવોર્સ માટેની એપ્લિકેશન આપવા જઈ રહી છે.” એન્જેલિનાની આ વાતથી ફેન્સ શોકડ રહી ગયાં હતાં. એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર આ ડિવોર્સની લીગલ પ્રોસિજરનો ખર્ચ અંદાજીત ૩૫ કરોડ જેટલો આવ્યો છે છતાં હજુ કોઇ નિર્ણય આવ્યો નથી.
એન્જેલિનાએ બ્રાડ પિટ પર આરોપ લગાવ્યાં હતાં કે તે બાળકોના ખર્ચ માટે યોગ્ય રકમ આપી નથી રહ્યો. એક વેબસાઈટના જણાવ્યાનુસાર એન્જેલિના એવું ઈચ્છે છે કે બાળકોની કસ્ટડી અને ડિવોર્સ સંબંધિત પ્રક્રિયા આ વર્ષના અંત સુધી પૂરી થઈ જાય. જોલીના વકીલે લોસ એન્જલસ કોર્ટમાં આ સંબંધિત ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યાં હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



