વોશિંગ્ટન,તા.૩૧
અમેરિકાની સાથે સંબંધોમાં બદલાવ છતાં નોર્થ કોરિયા નવી બેલીસ્ટિક મિસાઇલ્સ પર કામ કરી રહ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ દાવો અમેરિકન મીડિયાના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન પોસ્ટે અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, ડિટેક્ટિવ સેટેલાઇટ્સે નોર્થ કોરિયાની બેલીસ્ટિક મિસાઇલ સાઇટ પરની ગતિવિધિઓ જોઇ છે. સમાચાર એજન્સી રોઇટર્સે એક અધિકારીના હવાલાથી જણાવ્યું કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ કામ ક્યાં સુધી પહોંચ્યું છે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનની વચ્ચે ગત વર્ષે જૂનમાં ઐતિહાસિક સમિટ થઇ હતી.
સમિટ બાદ બંને નેતાઓએ કહ્યું હતું કે, નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવાની દિશામાં કામ કરીશું. આ સમિટ બાદ પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું હતું કે, નોર્થ કોરિયા તરફથી હવે મિસાઇલનું જોખમ નથી.
જા કે, અમેરિકામાં ડોમેસ્ટિક લેવલ પર ટ્રમ્પની ટીકા પણ થઇ હતી. ટીકાકારોએ કહ્યું હતું કે, ટ્રમ્પે કિમ જોંગ ઉનને પરમાણુ હથિયાર ખતમ કરવા માટે કોઇ ચોક્કસ તારીખ આપ્યા વગર તેઓને છૂટ આપી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



