વડાપ્રધાન મોદી ઈન્સ્ટાગ્રામ પર ૧.૫૫ કરોડ ફોલોઅર્સ સાથે સૌથી લોકપ્રિય નેતા

0
10

ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના કુલ ૧૫.૫ મિલિયન અને ટ્રમ્પના ૧૦.૯ મિલિયન ફોલઅર્સ
વડાપ્રધાનની ક્રિકેટ કેપ્ટન કોહલી અને અનુષ્કા શર્મા સાથેની તસવરીને મળી સૌથી વધુ લાઈક્સ
ન્યુ દિલ્હી,તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાનમાં ઈન્સ્ટાગ્રામ પર સમગ્ર દુનિયામાં સૌથી વઘારે ફોલો કરવામાં આવતા નેતા બની ગયા છે. આ ફોટો શેરિંગ એપમાં પીએમ મોદીના કુલ ૧૫.૫ મિલિયન ફોલઅર્સ છે. નોંધનીય છે કે, આ લિસ્ટ ટિપ્લોમેસી દ્વારા જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપિતિ જોકો વિડોડો બીજા નંબરે છે. તેમના ૧૪ મિલિયન ફોલોઅર્સ છે. રિપોર્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા નંબરે છે. તેમના ૧૦.૯ મિલિયન ફોલોઅર્સ છે.
વર્ષ ૨૦૧૭માં ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન સમયે વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીરને સૌથી વધુ લાઈક અને કમેન્ટ્‌સ મળી છે. હાલ આ તસવીર પર ૧૮,૫૮,૮૩૮ લાઈક અને ૧૦.૭ હજાર કમેન્ટ્‌સ મળી છે. આ તસવીર ૨૦ ડિસેમ્બર ૨૦૧૭માં પોસ્ટ કરવામાં આવી હતી.
આ ઉપરાંત વડાપ્રધાને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સમયે દેવોસમાં બરફમાં ઉભી રહેલી તસવીર બીજી સૌથી પસંદગીની તસવીર બની છે. આ તસવીરને ૧૬,૩૫,૯૭૮ લાઈક્સ અને ૧૩,૫૩૪ કમેન્ટ્‌સ મળી છે.
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજકારણીઓની યાદીઃ
૧. નરેન્દ્ર મોદી
૨. જોકો વિડોડો
૩. ડોનાલ્ડ ટ્રમ્પ
૪. પોપ ફ્રાન્સિસ
૫. ક્વીન રનિયા
૬. રજબ તૈયબ એર્દોઆન
૭. વ્હાઇટ હાઉસ
૮. રોયલ ફેમિલી
૯. મોહમ્મદ બિન રાશીદ અલ મકતૂમ
૧૦. દિમિત્રી મેદવેદેવ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY