સ્કૂલનાં બાળકો ભરેલો છકડો પલટતા એકનું મોત

0
16

મહિસાગર,તા.૯
મહીસાગરમાં વીરપુરના હાસોલિયા ગામે સ્કૂલના બાળકો ભરેલી છકડો રીક્ષા પલટી ગઇ હતી. આ દૂર્ઘટનામાં એક બાળકનું મોત થયુ છે.
સ્કુલ લઇ જતી આ છકડા રીક્ષામાં ૧૨ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક સવાર હતા. જેમાંથી એક બાળકનું ઘટના સ્થળે જ નિધન થઇ ગયુ છે. તેમને જલારામ સ્કૂલથી વરધી ગામ ખાતે લઇ જઇ રહ્યાં હતાં.
આ સમયે ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો.
રિક્ષામાં સવાર તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY