વડાપ્રધાન મોદી વારાણસી અને જગન્નાથપુરીથી લોકસભા ચૂંટણી લડે તેવી સંભાવના

0
9

ન્યુ દિલ્હી,તા.૧૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી ઓડિશાના જગન્નાથ પુરીથી લડવાની તૈયારીમાં છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી બે સ્થાનો પરથી લોકસભાની ચૂંટણી લડયા હતા. તેઓ વારાણસી અને વડોદરા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. બાદમાં તેમણે વડોદરા બેઠક છોડીને વારાણસી પર પસંદગી ઉતારી હતી. હવે અટકળો છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને જગન્નાથ પુરી એમ બે બેઠકો પરથી ચૂંટણી લડે તેવી શક્્યતા છે.
ઓડિશામાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સંજાગોમાં પુરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકસભાની ચૂંટણી લડવાને કારણે ભાજપને રાજ્યમાં ફાયદો થવાની શક્યતાઓનું આકલન છે. ઓડિશામાં નવીન પટનાયકની બીજેડી અને ભાજપ વચ્ચે ગળાકાપ મુકાબલો છે.
ભાજપને ઓડિશામાં ત્રિપુરાની જેમ જીતની આશા દેખાઈ રહી છે અને તેના માટે પાર્ટી દ્વારા પુરી કોશિશો થઈ રહી છે. નવીન પટનાયક ૨૦૦૦તી ઓડિશામાં મુખ્યપ્રધાન છે અને તેમનું રાજ્યમાં એક અલગ સ્થાન છે. વારાણસી બાદ પુરી જેવા ધાર્મિક મહત્વના સ્થાન પરથી પીએમ મોદીના ચૂંટણી લડવાથી ભાજપને હિંદુત્વના એજન્ડા પર કાયમ રહેવાનો એક સંદેશો મતદાતાઓને આપવામાં આવે તેવી શક્્યતાઓ જાણકારો જાઈ રહ્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY