તાપસીએ ‘મિશન મંગલ’નું પોતાનું કામ પૂરું કર્યું

0
6

મુંબઈ,તા.૪
મોખરાની અભિનેત્રી તાપસી પન્ન્šએ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે મેં મિશન મંગલના મારા કામને પૂર્ણ કરી લીધું હતું. આ ફિલ્મ ભારતની અવકાશ સિદ્ધિ વિશે છે.
અક્ષય કુમારે તમામ મહિલા વિજ્ઞાની અવકાશ યાત્રાની સિદ્ધિ મેળવતી હોય એવો દ્રષ્ટિકોણ રાખીને આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર અને તાપસી ઉપરાંત કીર્તિ કુલ્હારી, સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન, નિત્યા મેનન અને શર્મન જાશી ચમકી રહ્યાં છે. ઔભારતની અવકાશ યાત્રા વિશેની પહેલી ફિલ્મ તરીકે ઓળખાવાતી આ ફિલ્મનું ડાયરેક્શન જગન શÂક્ત કરી રહ્યા છે. તાપસીએ ફિલ્મના સેટ પરના પોતાના એક ફોટોગ્રાફને શૅર કરતાં લખ્યું, વધુ એક યાત્રા પૂરી કરી… મિશન મંગલનું મારા હિસ્સાનું કામ મેં પૂરું કર્યું… આ ફિલ્મમાં મે કૃતિકા અગ્રવાલ નામનું પાત્ર કર્યું છે. હિયર ઇઝ ધી એન્ડ આૅફ કૃતિકા અગ્રવાલ્સ કેરેક્ટર્સ વર્ક…
એણે વધુમાં લખ્યું હતું કે દરેક ફિલ્મ મારા માટે એક શિક્ષક બનીને આવે છે… દરેક ફિલ્મ મને કશુંક નવું શીખવે છે…સંઘબળ કેવું સરસ કામ કરી શકે છે એનો આ એક સરસ દાખલો હતો…આ અનુભવ કાયમ માટે યાદ રહી જાય એવો હતો…
આ ફિલ્મ સ્વાતંત્ર્ય દિવસે આૅગષ્ટની ૧૫મીએ રજૂ કરવાની અક્ષયની યોજના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY