કારનું ટાયર ફાટતાં ડિવાઈડર પર ચડેલી કાર પલટી, ઈલેક્ટ્રીક પોલ તૂટ્યો

0
9

વડોદરા,તા.૧૮
અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મધરાતે બનેલા અકસ્માતના બનાવમાં બારમા ધોરણના સ્ટુડન્ટ કાર ચાલક અને તેના મિત્રનો અદ્ભુત બચાવ થયો હતો.
વાસણા રોડના ગાર્નેટ કોમ્પ્લેક્સમા રહેતા બારમા ધોરણનો વિદ્યાર્થી શાંતનુ સંજીવ કુમાર પાલ મોડી રાત્રે પિતાની કાર લઈ સિટીમા આવી રહ્યો હતો ત્યારે તેની સાથે તેનો મિત્ર જેનીલ પટેલ પણ આગળ બેઠો હતો.
અકોટાથી દાંડિયા બજાર તરફ પૂર ઝડપે આવી રહેલી કારનું નસિંગહોમ ચાર રસ્તા પાસે આગળના ભાગનું ડાબી બાજુનુ ટાયર ફાટતા કાર કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર ઉપર ચડી ઈલેક્ટ્રીક નામ પોલ સાથે અથડાઈને ધડાકાભેર પલટી ગઈ હતી.
બનાવને પગલે ઈલેક્ટ્રીકનો પોલ તૂટી પડ્યો હોવા છતાં કોઈ વાહન પસાર થતું નહીં હોઈ મોટી જોનહાની થતાં રહી ગઈ હતી. ઉપરોક્ત સ્થળેથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા બંને યુવકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. રાવપુરા પોલીસે બનાવ અંગે વિદ્યાર્થી શાંતનુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY