લોકસભાની વર્ષ ૨૦૧૯માં યોજાનારી ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સરળ રહેશે નહીં. પાર્ટીના લોકો ભલે મોટા મોટા દાવા કરી રહ્યા છે પરંતુ અનેક પરિબળો મોદીની સામે પણ દેખાઇ રહ્યા છે. જેમાં એકબાજુ બેરોજગારીની સમસ્યા ગંભીર બનેલી છે. આ ઉપરાંત જીવન જરૂરી ચીજોના ભાવ સતત વધી રહ્યા છે. નોટબંધી અને જીએસટી જેવા કઠોર પગલાના કારણે વેપારી વર્ગને મોટો ફટકો પડ્યો છે. આ ઉપરાંત હવે જુદા જુદા રાજ્યોમાં વિરોધ પક્ષો એક મત થઇ રહ્યા છે. આ તમામની યોજના મોદીને કોઇ રીતે સત્તા પરથી દુર કરવાની રહેલી છે. આના માટે પોતાની મહત્વકાંક્ષાને કેટલાક પક્ષો બાજુમાં મુકી રહ્યા છે.વિપક્ષી એકતાને તોડવા માટેના પ્રયાસો ભાજપને કરવા પડશે. આના માટે તોડ મોદી, યોગી અને શાહને શોધી કાઢવાની જરૂરપડશે.તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે મોદી મેજિક વચ્ચે ૨૮૨ સીટ પર જીત મેળવી હતી.
ગૃહમાં બહુમતિના આંકડા કરતા ૧૦ સીટો વધારે ભાજપે જીતી લીધી હતી. ખુબ શાનદાર દેખાવ કરવામાં આવ્યો હતો. હવે ૨૦૧૮ની વાત કરવામાં આવે તો છેલ્લા ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ભાજપની પાસે લોકસભામાં ૨૮૨થી ઘટીને ૨૭૩ સીટો રહી ગઈ છે. આમા લોકસભા સ્પીકરને સામેલ કરવામાં આવ્યા નથી. ભાજપની પાસે હજુ પણ બહુમતિનો આંકડો છે. સાથે સાથે સાથી પક્ષોની ૧૨ સીટો પણ છે. અલબત્ત ૨૦૧૪થી હજુ સુધી ભાજપની આઠ સીટો ઘટી ગઈ છે. આ બાબત સંકેત આપે છે કે, પાર્ટીને ૨૦૧૯માં પાર્ટીને સત્તા પર આવવા માટે ખુબ મહેનત કરવી પડશે. ભાજપની ૨૮૨થી ઘટીને ૨૭૩ સીટો કેમ થઇ તેને લઇને પણ રાજકીય પંડિતોમાં ગણતરી ચાલી રહી છે. ભાજપના યેદીયુરપ્પા અને શ્રીરામુલુએ હાલમાં જ લોકસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. બંનેએ કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે શપથલીધા હતા. પેટાચૂંટણીમાં ભાજપને બંને સીટો ઉપર હારનો સામનો કરવો પડ્યો હતો. આજ કારણસર ભાજપની સીટોમાં ઘટાડો થયો છે. ૧૩ લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં આઠ ઉપર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આમા એ સીટ પણ સામેલ છે જેના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કૈરાના સીટનો પણ સમાવેશ થાય છે. આ સીટ પાર્ટીના નેતા હુકમસિંહના અવસાન બાદ ખાલી થઇ હતી. અહીં આરએલડીના ઉમેદવારની જીત થઇ છે. ઉત્તરપ્રદેશ ઉપરાંત ભાજપને સાંસદ દિલીપસિંહ હુરિયાના અવસાન બાદ ખાલી થયેલી સીટ પર યોજાયેલી સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે.
વિપક્ષી એકતાને લઇને ભાજપની હવે ઉંઘ હરામ થઇ ગઇ છે. હાલમાં પેટાચૂંટણીમાં હાર થઇ ગયા બાદ મોદી, શાહ અને યોગીને વર્ષ ૨૦૧૯નીચૂંટણી પહેલા નક્કર યોજના વિપક્ષી એકતા સામે બનાવીને મેદાનમાં ઉતરી જવાની ફરજ પડશે. લોકસભા ચૂંટણી પહેલા જે રીતે છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી એકતા દેખાઇ રહી છે તે જાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આગામી ચૂંટણી ખુબ પડકારરૂપ રહેનાર છે તે અંગેનો સંકેત આપે છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી હતી. મોદી મેજિક અને પાર્ટી પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મહેનતના કારણે પાર્ટી ૧૦૪ સીટ જીતી ગઇ હતી. જા કે બહુમતિ માટે જરૂરિ સીટો કરતા તે આઠ સીટ પાછળ રહી ગઇ હતી. આવી સ્થતીમાં કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ કર્ણાટકમાં જે રીતે કોંગ્રેસ અને જેડીએસે એકતા સ્થાપિત કરી હતી તેના કારણે ભાજપની સરકાર રચવાના પ્રયાસ પર પાણી ફરી વળ્યુ હતુ. કર્ણાટકમાં કોંગ્રેસે હારનો સામનો કર્યા બાદ મોટી રમત રમીને જેડીએસને સરકાર બનાવવા માટે સમર્થન આપવાની જાહેરાત કરી દીધી હતી. ભાજપને સત્તા પરથી દુર રાખવા માટે આ રમત રમવામાં આવી હતી. તેમાં સફળતા પણ મળી હતી. જેડીએસને ટેકો આપી કોંગ્રેસે કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવી દીધા હતા.
ચૂંટણી બાદ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે જે રીતે ગઠબંધનની રચના કરવામાં આવી તેના કારણે ભાજપની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. કર્ણાટક અનુભવે ભાજપ માટે સમસ્યા સર્જી દીધી છે. વિપક્ષી એકતા દિન પ્રતિનિ મજબુત થઇ રહી છે. કુમારસ્વામીની શપથવિધીમાં તમામ બિન ભાજપ દિગ્ગજા હાજર રહ્યા હતા. જેમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, તૃણમુળ કોંગ્રેસના નેતા અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, બહુજન સમાજપાર્ટીના નેતા માયાવતી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટીડીપીના નેતા ચન્દ્રાબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા. આ લોકો જે રીતે પોતાની મહત્વકાંક્ષા હવે બાજુમાં મુકીને આગળ આવી રહ્યા છે તે જાતા મોદી માટે મોટી સમસ્યા ઉભી થઇ રહી છે. કોંગ્રેસને તમામ બિન ભાજપ રાજકીય પક્ષો ટેકો આપવાના સંકેત આપી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


