હિન્દી સિનેમામાં વિચારો બદલાયા છે.

0
69

શુ હિન્દી સિનેમામાં વિચારના સ્તર પર કોઇ મોટા ફેરફાર થઇ રહ્યા છે કે કેમ ? તેવા પ્રશ્નના જવાબમાં હવે હા છે. દેશપ્રેમ અને રાષ્ટ્રવાદને લઇને હિન્દી સિનેમામાં ફેરફાર થઇ રહ્યા છે. તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલી ે હિન્દી ફિલ્મો અનુભવ સિંહાના નિર્દેશનમાં બનેલી મુલ્ક અને રીમા કાગતીના નિર્દેશનમાં બનેલી ગોલ્ડ ફિલ્મ આ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. પ્રથમ ફિલ્મ ત્રાસવાદ-વિરોધના આવરણમાં લપટાયેયેલા દેશપ્રેમ હેઠળ બની છે. આ ફિલ્મ રાષ્ટ્રવાદને સ્પષ્ટપણે સપાટી પર લાવે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાના નામ પર કેટલાક લોકોની સામે અભિયાન ચલાવવામાં આવે છે.

રાષ્ટ્રવાદના નામ પર કેટલાક અને ચોક્કસ ધર્મના લોકોની સામે અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં ભારત પ્રેમ માટે બીજા કોઇ દેશ અને ધર્મ ખલનાયકની ભૂમિકામાં નથી. તમામ ધર્મના લોકો ભારતને અભૂતપૂર્વ પ્રેમ કરે છે. વર્ષ ૨૦૦૧માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા સાથે આ બંને ફિલ્મની સરખામણી કરવામાં આવે તો કેટલાક અંતરને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. મુલ્ક વારાણસીના એક મુÂસ્લમ પરિવારની પટકથા છે. જે વિભાજન બાદ પાકિસ્તાનમાં જતુ નથી. તે પરિવારનો એક પુત્ર ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ થાય છે. સાથે સાથે પોલીસ અથડામણમાં મૃત્યુ પામે છે. ફિલ્મમાં આગળ ચર્ચા આ વિષયને લઇને છે. એક યુવાનની હરકતના કારણે સમગ્ર પરિવારના સભ્યોને ત્રાસવાદી તરીકે ગણવામાં આવે કે કેમ તેની પટકથા આ રહેલી છે. કોર્ટમાં સરકારી પક્ષ તરફથી દલીલો આપવામાં આવે છે કે સમગ્ર પરિવારના સભ્યો જ ત્રાસવાદનુ સમર્થન કરે છે. અહીં સુધી કે સોશિયલ મિડિયા પર વાયરલ એક વિડિયોમાં આ પરિવારની યુવા યુવતિ અંગે દર્શાવવામાં આવે છ કે તે માનવ બોમ્બ તરીકે બની ચુકી છે.

મુલ્ક આ પુર્વગ્રહ પર આધારિત ફિલ્મ છે. આ પૂર્વગ્રહની સામે એવી દલીલ કરવામાં આવી છે કે કોઇ એક વ્યક્ત દ્વારા કરવામાં આવેલી હરકત માટે સમગ્ર પરિવારના સભ્યોને દોષિત ગણી શકાય નહી. સાથે સાથે સમગ્ર સમુદાય પર આના માટે આક્ષેપ કરી શકાય નહી. બીજી બાજુ ગોલ્ડ વર્ષ ૧૯૪૮માં ભારતીય હોકી ટીમના વિશ્વ વિજેતા બનવા પર આધારિત છે. અલબત્ત ફિલ્મમાં કલ્પના વધારે દર્શાવવામાં આવી છે. જા કે મુળભૂત રીતે તે તિરંગા ધ્વજની શાનની વાત કરે છે. તિરંગા ધ્વજ માટે કોઇ એક ધર્મના લોકોના દિલ ધડકતા નથી. હિન્દુ લોકોની સાથે સાથે મુÂસ્લમ, શિખ અને અન્ય તમામ જાતિના લોકો પણ દેશને એટલુ જ પસંદ કરે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે એક પારસી વ્યÂક્ત ભારતીય હોકી ફેડરેસનના પ્રમુખ તરીકે છે અને ફેડરેશનની આંતરિક ગતિવિધીને બાજુએ મુકીને એવી ટીમને ઇંગ્લેન્ડ મોકલે છે જેમાં દેશના ભાગલા બાદ અનુભવી ખેલાડીઓની કમી છે. બીજી બાજુ એક બૌધ મઠથી ટીમને એક વખતે મદદ મળે છે જ્યારે ટીમને તૈયારી માટે મુળભુત સુવિધા પણ મળતી નથી. દેશની આ જ સમાવેશી ભાવનાની ફિલ્મ ગોલ્ડ રહેલી છે. ગોલ્ડ ફિલ્મ રીમા કાગતી દ્વારા બનાવવામાં આવી છે. જેમાં અક્ષય કુમારે તેની કેરિયરની વધુ એક શાનદાર ભૂમિકા અદા કરી છે. તેની સાથે તેની પત્નના રોલમાં મૌની રોય પણ સારી ભૂમિકા અદા કરી છે. તમામ ચાહકોને આ ફિલ્મ જારદાર રીતે પસંદ પડી રહી છે. મુલ્ક ફિલ્મ પણ તમામ ચાહક વર્ગને ખુબ પસંદ પડી છે. ફિલ્મમા રિશિ કપુરે યાદગાર ભૂમિકા અદા કરી છે. હાલના સમયમાં બોલિવુડમાં બે નવા પ્રવાહો જાવા મળી રહ્યા છે. દેશ માટે સારુ કામ કરી ગયેલા લોકોના જીવન પર ફિલ્મો બનાવવાનો સિલસિલો જારી રહ્યો છે. બાયોપિક ફિલ્મોને લઇને નિર્માતા નિર્દેશકો આગળ વધી રહ્યા છે. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, અઝહરુદ્દીન , સાઇના નહેવાલ, મેરી કોમની લાઇફ પર ફિલ્મો બની ચુકી છે. સાથે સાથે હોકી અને અન્ય રમતો પર પણ ફિલ્મ બની ચુકી છે. જેમાં સુલ્તાન અને દંગલ ફિલ્મનો સમાવેશ થાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY